Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

અમેરિકાના વર્જીનીઆ, મેરીલેન્‍ડ, વોશિંગ્‍ટન તથા નોર્થ અને સાઉથ કેરોલિનામાં ઇમરજન્‍સી જાહેરઃ કલાકના ૨૦૦ કિ.મી.ની ઝડપે ત્રાટકનારા ફલારેન્‍સ વાવાઝોડા સાથે ૬૪ સે.મી. જેટલા વરસાદની આગાહીના કારણે લેવાયેલી અગમચેતી

વોશિંગ્‍ટનઃ અમેરિકામાં વર્જીનીઆ, મેરીલેન્‍ડ, વોશિંગ્‍ટન તથા નોર્થ અને સાઉથ કેરોલિનામાં ફલારેન્‍સ વાવાઝોડુ ગુરૂવારે ત્રાટકવાની આગાહીના કારણે ઇમરજન્‍સી જાહેર કરવામાં આવી છે.

છેલ્લા ૩ દાયકાનું સૌથી મોટુ ગણાતુ આ વાવાઝોડાના કારણે ૨.૧૮ લાખ કરોડ રૂપિયાના નુકશાનની આગાહી કરવામાં આવી છે. આજ બુધવારે તટ વિસ્‍તારના ૨૦ લાખ જેટલા લોકોનું સ્‍થળાંતર કરવાયું છે. ગરમ હવામાન અને પાણીથી વધુ મજબુત થઇ રહેલા ફલોરેન્‍સ વાવાઝોડુ કેટેગરી પાંચમાં ફેરવાયુ છે. જે બર્મુડા અને બહામાસથી પસાર થયા બાદ પમિ તરફ કલાકના ૨૮ કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાના કારણે તટ ઉપર ૧૩ ફુટ ઉંચા મોજા ઉઠશે અને ૨૦૦ કિ.મી.  જેટલી ઝડપે પવન ફુંકાશે. ત્‍યારે વરસાદના કારણે પુર પણ આવી શકે છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:10 pm IST)