Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

મહારાષ્ટ્ર : નરભક્ષી વાઘની મોટાપાયે શરૂ કરાયેલ શોધ

વન્ય અધિકારીઓ અને અન્ય ટીમો તૈનાત કરાઈ : ૧૨થી વધુના શિકાર કરાયા બાદ નરભક્ષી વાઘની શોધ

મુંબઈ, તા. ૫ : મહારાષ્ટ્રમાં એક પછી એક માનવી પર થઇ રહેલા હુમલાના પરિણામ સ્વરુપે હવે નરભક્ષી બની ગયેલા વાઘને શોધી કાઢવા માટે મોટાપાયે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વન્ય વિભાગના અધિકારીઓ સેનાની જેમ ઓપરેશન ચલાવવા તૈયાર થયા છે. મહારાષ્ટ્રમાં નરભક્ષી વાઘને શોધવા માટે ઓપરેશન શરૂ થઇ ચુક્યું છે. નરભક્ષી વાઘે પ્રથમ શિકાર એક વૃદ્ધ મહિલાને બનાવી હતી. તેની લાશ મળી આવી છે. ત્યારબાદ એક વૃદ્ધ કિસાનને પણ આ વાઘે ફાડી ખાધો હતો. એક પછી એક વાઘે અનેક લોકોને ટાર્ગેટ બનાવ્યા છે. યાવાતમલ જિલ્લામાં સ્થિત પાંડરકવડા પહાડીઓમાં ફેલાયેલા વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ છે. અનેક લોકોને અહીં ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે. દહેશતની સ્થિતિ એ છે કે, આસપાસના ગામોના લોકો રાત્રિ ગાળામાં પણ હવે મશાલ લઇને પેટ્રોલિંગ કરી રહ્યા છે.

વન્ય વિભાગના અધિકારીઓ પણ લોકોના મોતના સિલસિલાને રોકવા માટે બનતા તમામ પ્રયાસ કરી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, કોઇ એક વાઘ દ્વારા આટલા મોટાપાયે લોકો ઉપર હુમલા કરવાની બાબત અસામાન્ય દેખાઈ રહી છે. કેટલાક રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, નર વાઘ દ્વારા આ ક્ષેત્રમાં કેટલાક હુમલા કરાયા છે. તે પણ આ હુમલામાં સામેલ હોઈ શકે છે. મોટા ઓપરેશન હવે શરૂ કરાયા છે. આદમખોર વાઘને શોધી કાઢવા માટે હાથીની મદદ પણ લેવામાં આવી રહી છે. શાર્પશૂટરો તૈનાત કરવામાં આવી રહ્યા છે. આ વાઘને કેદ કરીને પ્રાણીસંગ્રહાલયમાં મોકલવામાં આવે તેમ માનવામાં આવે છે. વાઘના હુમલાન ાપરિણામ સ્વરુપે મૃતકોની સંખ્યા વધી રહી છે. ૧૨થી વધુ પર હુમલા કરાયા છે. ૧૨ શિકાર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પાંચ વર્ષની માંદા વાઘ હવે આદમખોર તરીકે છે અને માનવ માંસ માટે શિકાર કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. ઓગસ્ટ મહિનામાં જ ત્રણને ફાડી ખાધા હતા.

(7:31 pm IST)