Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

સોમવાર સુધી નજરકેદ રહેશે પાંચેય એક્ટિવિસ્ટો સુપ્રીમ કોર્ટે વધુ સુનાવણી 17મીએ કરવાનું ઠેરવ્યું

મહારાષ્ટ્રના ભીમા કોરેગાવ હિંસા મામલે કરવામાં આવેલી ધરપકડ અંગે સુપ્રીમ કોર્ટે સુનાવણી ટાળી

મહારાષ્ટ્રના ભીમા કોરેગાવ હિંસા મામલે કરાયેલ ધરપકડ અંગે સુપ્રીમ કોર્ટે સુનાવણી ટાળતા પોલીસ પકડમાં આવેલા પાંચેય એક્ટિવિસ્ટોને સોમવાર સુધી નજરકેદ રાખવાના આદેશ આપ્યા છે. કોર્ટે આ મામલે વધુ સુનાવણી આગામી 17મી સપ્ટેમ્બરના રોજ કરવાનું ઠેરવ્યું છે.

 સુનવાણી દરમ્યાન વરિષ્ઠ વકીલ અભિષેક મનુસિંઘવી ગેરહાજર રહ્યા હતા. જેથી સુપ્રીમ કોર્ટે સુનાવણી ટાળવામાં આવી હતી. મહત્વનું છે કે, પોલીસે ગત્ત દિવસે હૈદરાબાદથી વરવર રાવ, દિલ્હીથી ગૌતમ નવલખા, હરિયાણાથી સુધા ભારદ્વાજ અને મહારાષ્ટ્રથી અરૂણ ફરેરા અને વેરનોન ગોન્જેલન્સની ધરપકડ કરી હતી.

 કોર્ટે તમામ એક્ટિવિસ્ટોની ધરપકડ બાદ તેમને નજર કેદ કરવામાં આવ્યા છે. આ તમામ લોકોની ધરપકડની અરજીને રોમિલા થાપર અને અન્ય ચાર લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ અરજી પર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશની અધ્યક્ષતા વાળી ખંડપીઠ સુનાવણી કરી રહી છે.

(7:08 pm IST)