Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

પોતાના પગ ઉપર ઉભા નથી રહી શકતા છતાં રાજસ્‍થાનમાં બાળકોને શિક્ષણ આપતા દિવ્યાંગ શિક્ષક સંજય સેન

જયપુરઃ ઈન્ટરનેટની દુનિયામાં અનેક ન્યૂઝ એવા આવે છે. જેને વાંચ્યા પછી કેટલાક લોકોમાં કંઈક કરી છુટવાની તમન્ના જાગે છે. આવી ચર્ચા એક રાજસ્થાનના શિક્ષકની છે. જે એક સરકારી સ્કૂલમાં ભણાવે છે. શિક્ષક સંજય સેનના લોકો વખાણ કરી રહ્યાં છે તેની પાછળનું કારણ છે કે તેઓ દિવ્યાંગ છે છતાં ઝનૂનથી વિદ્યાર્થીઓને ભણાવી રહ્યાં છે. બાળકોને ભણાવતાં સમયની તેમની એક તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.

વાઈરલ થયેલી તસવીર 9 સપ્ટેમ્બરના રોજ સંજીવ ઘોષ નામના એક ટ્વિટર યુઝરે શૅર કરી હતી. તેણે ફોટો સાથે લખ્યું હતું કે,’મળો સંજય સેનને, જે દિવ્યાંગ છે. તે શિક્ષા સંબલ પ્રોજેક્ટ સાથે વર્ષ 2009થી રાજસ્થાનના એક ગામમાં સ્કૂલમાં અભ્યાસ કરાવી રહ્યાં છે.’

તસવીર જણાવી રહી છે કે કોઈ ભૌતિક સુવિધા વગર પણ સંજય વિદ્યાર્થીઓને ભણાવી રહ્યાં છે. તેની તસવીર લોકોને હ્રદય સોંસરવી ઉતરી ગઈ છે. જે પછી લોકો તેના જુસ્સાને સલામ કરી રહ્યાં છે. ફોટોમાં તમે જોઈ શકો છો કે સંજય પોતાના પગ પર ઉભા નથી રહી શકતાં છતાં તેઓ બ્લેકબોર્ડ પર લખીને વિદ્યાર્થીઓને સમજાવી રહ્યાં છે.

શિક્ષા સંબલભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતો એક પ્રોજેક્ટ છે. જેનો હેતુ આર્થિક તંગીના કારણે અભ્યાસ છોડી દેનાર વિદ્યાર્થીઓની મદદ કરવી અને તેવી સ્કૂલને મદદ કરવાનો છે. જેની પાસે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે અધ્યાપક નથી. કાર્યક્રમ રાજસ્થાનના અજમેર, ભિલવાડા, ચિત્તોડગઢ, રાજસમંદ અને ઉદયપુરના અનેક જીલ્લાઓમાં ચલાવવામાં આવે છે.

(5:07 pm IST)