Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

કાશ્મીરમાં આતંકવાદી માર્યો ગયો તે જ દિવસે બહેનના લગ્ન હતા...

બહેનની ડોલીને બદલે નિકળ્યો ભાઈનો જનાજો

શ્રીનગરઃ. ગઈકાલે સુરક્ષા બળો સાથેની લડાઈમાં માર્યા ગયેલ બે આતંકવાદીઓમાંના એક લીયાકત અહમદ લોનની બહેનની ડોલી આજે ઉઠવાની હતી પણ લીયાકતનો જનાજો ઉઠયો હતો. છેલ્લા લગભગ બે મહિનાથી ગૂમ લીયાકતની કોઈ ભાળ મળતી નહોતી. કુટુંબીજનોને આશા હતી કે તે પોતાની બહેનના નિકાહમાં ચોક્કસ ઘરે આવશે, પણ કોઈએ એમ નહી વિચાર્યુ હોય કે તે ડોલીને કાંધ દેવા નહીં પણ કુટુંબીઓની કાંધ લેવા આવશે.

આજે બપોર પછી ઘરે જાન આવવાની હતી. ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. અચાનક એક ફોન આવ્યો અને પછી લગ્ન ગીતો બંધ થઈ ગયા, ખુશીઓ માતમમાં બદલાઈ ગઈ કેમ કે લીયાકત ગલુરામાં સુરક્ષા બળો સાથે ઝપાઝપીમાં માર્યો ગયો.

(3:38 pm IST)