Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

માથાના દુઃખાવા, તાવ, શરદી સહિતની ૬૦૦૦ દવાઓ ઉપર પ્રતિબંધ

સેરિડોન - જેયરિન - ફેસિડિલ - જિંટાપ જેવી દવાઓનો સમાવેશ : સન ફાર્મા - સિપ્લા - વોકહાર્ટ - ફાઇઝર જેવી કંપનીઓને ફટકો : પ્રતિબંધથી ફાર્મા ઉદ્યોગમાંથી ૧૫૦૦ કરોડની દવાઓ બહાર નીકળી જશે : ફાર્મા ઉદ્યોગ ૧.૧૮ લાખ કરોડ રૂપિયાનું છે

નવી દિલ્હી તા. ૧૨ : માથાનો દુખાવ, શરીરનો દુખાવો, તાવ અને શરદી જેવી બીમારીઓમાં વપરાતી કેટલીક જેનેરિક દવાઓ ટૂંક સમયમાં જ પ્રતિબંધ લાદી શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ૬ હજારથી વધુ દવાઓ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દવાઓ બનાવનારી કંપનીઓએ ૩૨૮ ફિકસ ડોઝ કોમ્બિનેશન વાળઈ દવાઓનાં પ્રભાવ અને દુષ્પ્રભાવનો અબ્યાસ કર્યા વગર જ આ દવાઓને બજારમાં ઉતારી હતી. જેનાથી સ્વાસ્થ્ય મંત્રાલય નારાજ હતું. આ નિર્ણયથી સન ફાર્મા, સિપ્લા, વોકહાર્ટ અને ફાઇઝર જેવી ગણી ફાર્મા કંપનીઓને મોટો ઝટકો લાગી શકે છે. આ પ્રતિબંધથી ૩-૪ હજાર કરોકડ રૂપિયાની દવાઓનાં બિઝનેસ પર અસર પડશે. ફાઇઝર, સિપ્લાએ ૬૦૦૦થી વધુ બ્રાન્ડને ઝટકો લાગી શકે છે. સન ફાર્મા, વોકહાર્ટ જેવી કંપનીઓને પણ ઝટકો લાગ્યો છે.

સુપ્રીમ કોર્ટનાં આદેશ પર ડીટીએબીએ ૩૨૮ દવાઓની તપાસ કરી હતી જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રતિબંધની અસર સેરિડોન, એસ-પ્રોકિસવોન, નિમિલાઇડ ફેન, જિટેપ પી, એમકલોકસ, લિનોકસ એકસ ટી અને જેથરિન એ એકસ જેવી દવાઓ પર પડશે. આ પ્રતિબંધથી ભારતના ફાર્મા ઉદ્યોગમાંથી ૧૫૦૦ કરોડ રૂપિયા દવા નીકળી જશે. કુલ ફાર્મા ઉદ્યોગ ૧.૧૮ લાખ કરોડનું છે.

(3:32 pm IST)