Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

છત્તીસગઢના શિક્ષકોને મળશે 7માં પગારપંચની ભેટ મહિલા કર્મીઓ માટે 730 દિવસની ચાઈલ્ડ કેર લિવ

છત્તીસગઢ રાજ્યના શિક્ષકોને ચૂંટણી પહેલા 7માં પગારપંચની ભેટ મળવા જઈ રહી છે. જી હા, મુખ્યમંત્રી ડો. રમણ સિંહે રાજ્યના હાયર સેકંડરી શિક્ષણ વિભાગના બધા કર્મીઓને 2016થી સાતમા પગાર પંચ અને એરિયર્સ આપવાની જાહેરાત કરી છે. તેની સાથે જ સરકારે છત્તીસગઢમાં મહિલા કર્મચારીઓ માટે 730 દિવસની ચાઈલ્ડ કેર લીવ લાગુ કરવાની જાહેરાત પણ કરી છે.

ચાઇલ્ડ કેર લીવ લાગૂ કરવા માટે સિમ્સની પ્રોફેસર ડો. અર્ચના સિંહ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તો બીજી તરફર રમણ સિંહને શિક્ષકો દ્વારા ઘણા મંતવ્યો આપ્યા છે. કમલેશ નામના એક શિક્ષકે કહ્યું કે સરકાર દ્વારા પાયાની સુવિધાઓ આપવી જોઇએ જેમ કે લેબ અને કોમ્યુટરની દેખરેખ માટે સમિતિ બનાવવી જોઇએ. તો બીજી તરફ એક શિક્ષકે બીજાપુર અને ત્યાંના વિસ્તારમાં ઇન્ટરનેટ ન હોવાની ફરિયાદ કરી તો મહિલા શિક્ષકોએ ડિજિટલ લાઇબ્રેરીની માંગ કરી. 

 

 

(1:53 pm IST)