Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમત મામલે દખલ દેવા દિલ્હી હાઇકોર્ટનો ઇન્કાર

હાઇકોર્ટે કહ્યું અમને આ પ્રકારના મુદ્દાઓથી દૂર રાખો :સરકારની નીતિમાં હસ્તક્ષેપ ના કરવો જોઈએ

નવી દિલ્હી :પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમત મામલે દિલ્હી હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજી મામલે હોઈકોર્ટે દખલ દેવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે કહ્યુ કે, આ પ્રકારના મુદ્દાઓથી કોર્ટેને દૂર રાખવી જોઈએ. કોર્ટને સરકારી નીતિમાં હસ્તક્ષેપ કરવો ન જોઈએ. જેથી આ મામલે કોર્ટે કોઈપણ પ્રકારનો આદેશ આપી ન શકે.

  કોર્ટે એવુ પણ કહ્યુ કે, આર્થિક મામલો હોવાથી કોર્ટેને આદેશથી દૂર રહેવુ જોઈએ. કોર્ટે અરજી કરનારની માગ પર ધ્યાન કેન્દ્રીત કરતા કહ્યુ કે, સરકારે અરજીકર્તાની માગ ઉપર વિચાર કરવો જોઈએ. કોર્ટમાં દરરોજ વધતા પેટ્રોલ ડીઝલના ભાવ પર લગામ લવાગવા માટે અરજી કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યુ હતુ કે, ચૂંટણી આવે એટલે  20 દિવસ પેટ્રોલની કિંમતમાં વધારો થતો નથી. જેથી કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમત અંગે હસ્તક્ષેપ કરવો જોઈએ

(3:33 pm IST)