Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

અગસ્તા વેસ્ટલેન્ડ મામલે પૂર્વ વાયુસેના અધ્યક્ષ એસપી ત્યાગીને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આપ્યા જામીન

અન્ય આરોપી કાર્લો ગેરોસા અને જી.આર. હેશ્કેના સમન્સ છતાં ગેરહાજર રહેતા જામીન નામંજૂર

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે અગસ્તા વેસ્ટલેન્ડ મામલે પૂર્વ વાયુસેના અધ્યક્ષ એસપી ત્યાગી અને તેમના ભાઈને જામીન આપ્યા છે. જોકે,અન્ય આરોપી કાર્લો ગેરોસા અને જી.આર. હેશ્કેને જામીન મળ્યા નથી. બન્ને કોર્ટના સમન બાદ કોર્ટમાં હાજર થયા નહોતા. જેથી તેમના જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા.

કોર્ટે આ મામલે ઈડીએ કરેલી અરજી બાદ સુનાવણી કરી રહી હતી. અગસ્તા વેલ્ટલેન્ડ મામલે એસપી ત્યાગી સહિત 18 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડ 2013-14માં પ્રકાશમાં આવ્યુ હતું. યુપીએ સરકારે વીવીઆઈપી માટે 12 હેલિકોપ્ટર ખરીદવાની ડીલ કરી હતી. 3 હજાર 600 કરોડની ડીલમાં રાજનેતા  અને સૈન્ય અધિકારીઓએ લાંચ લીધી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

(1:52 pm IST)