Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

હવે ભુવનેશ્વરનો ડાન્સ કરતો ટ્રાફિક-પોલીસ ફેમસ થઇ ગયો

થોડાક વર્ષો પહેલાં મધ્ય પ્રદેશના ઇન્દોરમાં માઇકલ જેકસનની જેમ મૂનવોક કરતાં - કરતાં ટ્રાફિક-કન્ટ્રોલ કરતા રણજીત સિંહ નામના ટ્રાફીક-પોલીસનો વિડીયો વાઇરલ થયેલો. હવે ઓડિશાના ભુવનેશ્વરમાં પણ આવી જ ટેલન્ટ ટ્રાફીક-કન્ટ્રોલ ખાતામાં જોડાઇ છે. આ ટ્રાફીક - પોલીસનું નામ છે પ્રતાપચંદ્ર ખંડવાલ. ૩૩ વર્ષના આ હોમગાર્ડને હાલમાં ઓડિશાના ભુવનેશ્વરમાં ટ્રાફીક - કન્ટ્રોલમાં તહેનાત કરવામાં આવ્યો છે. પ્રતાપચંદ્ર તેના આ કામને મસ્ત એન્જોય કરતો હોય એવું લાગે છે. તે ચાર રસ્તા પર ઊભો હોય ત્યારે બ્રેક-ડાન્સ કરતો હોય એમ ટ્રાફીક - કન્ટ્રોલ કરે છે. જયારે પ્રતાપને પૂછવામાં આવ્યું કે તે આવું કેમ કરે છે ત્યારે તેનું કહેવું છે કે 'મોટા ભાગે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું નથી ગમતું, પણ હું ડાન્સ-મૂવ્સની મદદથી લોકોને રૂલ્સ ફોલો કરવા કહું છું.' લોકોને આ સ્ટાઇલ બહુ પસંદ આવી હોય એવું લાગે છે. રેડ સિગ્નલ આવે ત્યારે પ્રતાપચંદ્ર ડાન્સ કરવા લાગે છે, જેવું સિગ્નલ ગ્રીન થાય કે તરત જ તે ઉભા રહીને લોકોને આગળ વધવાની સાઇન કરે છે.

(12:09 pm IST)