Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

મુંબઇમાં ઘર બાંધવું સૌથી મોંઘુ

મુંબઇ તા.૧૨: ભારતમાં છ મુખ્ય શહેરો પૈકી મુંબઇમાં ઘર બાંધવાનું સૌથી મોઘું હોવાનું એક પ્રોપર્ટી કન્સલ્ટન્સીના રીપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું. આ રીપોર્ટમાં જણાવ્યા મુજબ જયારથી કેન્દ્ર સરકારે ગુડસ એન્ડ સર્વિસિસ ટેકસની અમલજાવણી કરી છે ત્યારથી રિયલ એસ્ટેટ સેકટરને ફાયદો થયો છે અને સિમેન્ટ, સ્ટીલ અને બીજા રો-મટીરિયલના ભાવ સ્થિર થયા છે. દેશભરમાં એકસરખા ભાવ હોવાને કારણે હવે પારદર્શી રીતે મટીરિયલની ખરીદી થઇ શકે છે.(૨૩.૨)

૩૧૨પ

મુંબઇમાં ઘર બાંધવા માટે ચોરસફુટદીઠ આટલા રૂપિયાનો ખર્ચ

૨૭૫૦

દિલ્હી અને પુણેમાં ઘર બાંધવા માટે ચોરસફુટદીઠ આટલા રૂપિયાનો ખર્ચ

૨પ૦૦

ચેન્નઇ અને બેન્ગલોરમાં ઘર બાંધવા માટે ચોરસફુટદીઠ આટલા રૂપિયાનો ખર્ચ

૨૩૭પ

હૈદરાબાદમાં ઘર બાંધવા માટે ચોરસફુટ દીઠ આટલા રૂપિયાનો ખર્ચ

૮.૨

૨૦૨૫ સુધીમાં દેશનાં અર્બન સેન્ટરોમાં આટલા અબજ ચોરસફુટ બાંધકામ થશે

(12:06 pm IST)