Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

SBIના ગ્રાહકોને સ્પેશિયલ : હવે ATMથી પણ ઉપાડી શકાશે FDના રૂપિયા

SBI મલ્ટી ઓપ્શન ડિપોઝીટ નામથી એક FDની સુવિધા આપે છે તેમાં જરૂરીયાત પ્રમાણે ૧૦૦૦ રૂપિયાના મલ્ટીપલ્સ એટલે કે ગુણામાં પૈસા કાઢી શકો છો : આ વિડ્રોઅલ ATM દ્વારા કરી શકાય છે

નવી દિલ્હી તા. ૧૨ : બેંકમાં FD (ફિકસ્ડ ડિપોઝિટ) કરાવવાનો સૌથી સેફ અને બેસ્ટ ઓપ્શન માનવામાં આવે છે. એટલે જ દેશણાં FD ખુબજ પ્રચલિત છે. પણ આજકાલની આ ફાસ્ટ લાઇફ સ્ટાઇલમાં બેંક જઇને FD કરાવવી અને પછી તેને તોડીને પૈસા કઢાવવા અઘરું કામ થઇ જાય છે. તેથી આ મુશ્કેલીઓનું સમાધાન દેશની સૌથી મોટી બેંક SBI લઇને આવી છે. SBI મલ્ટી ઓપ્શન ડિપોઝિટ (MOD) નામથી એક FDની સુવિધા આપે છે. તેમાં આપ આપની જરૂરિયાત પ્રમાણે ૧૦૦૦ રૂપિયાનાં મલ્ટીપલ્સ એટલે કે ગુણામાં પૈસા કાઢી શકો છો. આ વિડ્રોઅલ ATM દ્વારા કરી શકાય છે.

આપને જણાવી દઇએ કે MOD કરાવનારા ગ્રાહકો માટે તેને લિંકડ સેવિંગ્સ અકાઉન્ટમાં મિનિમમ મંથલી એવરેજ બેલેન્સ જરૂરી છે.આ એક પ્રકારની ટર્મ ડિપોઝિટ છે. પણ આ માટે સૌથી ઉત્ત્।મ છે ગ્રાહકનાં સેવિંગ કે કરંટ અકાઉન્ટનું તેની સાથે લિંકડ હોવું. એવામાં જો ડિપોઝિટર તે લિંકડ અકાઉન્ટમાંથી પૈસા કાઢવા ઇચ્છે છે તો તે અમાઉન્ટ અકાઉન્ટમાં હાજર નહીં હોય તો પૈસા MODથી કાઢી શકે છે. MOD પર પણ એટલું જ વ્યાજ મળે છે જેટલું SBIમાં એક સામાન્ય FD પર મળએ છે. વિડ્રોઅલ બાદ વ્યાજ MODમાં વધેલી રકમ પર મળવાનું શરૂ થાય છે.

કેવી રીતે ખોલાય MOD- આ માટે મિનિમમ ડિપોઝિટ લિમિટ ૧૦,૦૦૦ રૂપિયા છે. બાદમાં તેને આપ ૧૦૦૦ રૂપિયાનાં મલ્ટીપલ્સ એટલે કે ગુણામાં પૈસા ડિપોઝઇટ કરી શકાય છે. તેમાં મેકિસમમ અમાઉન્ટની કોઇ જ લિમિટ નથી.

તે એક વર્ષથી લઇને ૫ વર્ષ સુધીનાં સમય માટે ખોલાવી શકાય છે. તેને પ્રીમેચ્યોર વિડ્રોઅલની પણ સુવિધા છે. જોકે તેનાં પર TDS (ટેકસ ડિડકટેડ એટ સોર્સ) ચુકવવો પડે છે.(૨૧.૭)

(12:04 pm IST)
  • કોંગ્રેસ પ્રેરિત નાટકીય ઉપવાસ આંદોલનનો અંત:હાર્દિક કોંગ્રેસની સામે ભિગીબિલ્લી બન્યો.સમગ્ર નાટકીય ઉપવાસમાં કોંગ્રેસના આટલા બધા નેતાઓ આવ્યા પણ કોઇ પાસે લખાવી કે બોલાવી ના શક્યો "પાટીદારોને ઓબીસીમાં સમાવેશ કરવો જોઇએ":સમાજની લાગણી અને માંગણીની મજાક બનાવી,સમાજને ગુમરાહ કરનાર હાર્દિકના કોંગ્રેસ માટેનાં નાટકનો અંત થયો.તૅમ ભાજપના રેશ્મા પટેલએ કહ્યું હતું access_time 11:57 pm IST

  • પેટ્રોલ - ડિઝલના ભાવવધારા સામે છત્તીસગઢમાં કોંગ્રેસના ધારાસભ્યો - નેતાઓ બળદગાડા સાથે વિધાનસભા પહોંચ્યા : અનોખો વિરોધ - દેખાવ : પોલીસે રોકયા તો બેરીકેટ્સ હટાવી આગળ વધ્યા : કાર્યકરોની સાથે બળદગાડામાં ભોજન લીધુ access_time 3:44 pm IST

  • અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા માટે 120 એસટી બસ મુકાશે :5,50 કરોડની આવકનો અંદાજ :હાલનું કાયમી બસ સ્ટેન્ડ મેળા દરમિયાન અઠવાડિયું બંધ :પાંચ અન્ય સ્થળે હંગામી બસ સ્ટેન્ડ બનાવી નવ બુથ ઉપરથી એસ,ટી,બસ વિવિધ રૂટ પર દોડાવાશે:રાજ્ય એસ. ટી. નિગમ મા જનરલ મેનેજર નિખીલ બિરવેએ આપી માહીતી access_time 11:01 pm IST