Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ઓનલાઇન ગેમ ''મોમો ચેલેન્જ ''માટે સરકારે જાહેર કરી એડવાઈઝરી

નવી દિલ્હી :મહિલા અને બાળવિકાસ મંત્રાલયએ જીવલેણ ઓનલાઇન ગેમ ''મોમો ચેલેન્જ 'વિરુદ્ધ યુએઝર્સ માટે એડવાઈઝરી જાહેર કરી છે તેમાં બાળકોની સોશ્યલ મીડિયા ગતિવિધિઓ પર નજર રાખવાની સાથે એ સુનિશ્ચિત કરવા પણ કહેવાયું છે કે બાળકોને આવા કોઈપણ ખતરનાક ખેલથી દૂર રાખવા

મંત્રાલયે એમ પણ કહ્યું છે કે મોમો ચેલેન્જ બાબતે ત્યાં સુધી બાળકોને નહિ જણાવવું જ્યાં સુધી વિષ્વસઃ ના થાય કે બાળક એ વિષે કઈ જાણે છે મંત્રાલયે એમ પણ જણવ્યું છે કે જેનાથી ખબર પડે કે બાળકો આ પ્રકારે આ ગેમમાં સામેલછે કે નહીં મિત્રો અને પરિવરોથી અલગ થવું,સતત ઉદાસ રહેવું,શરીર પર કોઈ ઊંડા ખાન નિશાન હોવા,જેવા સંકેત મળી શકે છે

  એડ્વાઇઝરીમાં કહેવાયું છે કે પોતાના બાળકોને ઓનલાઇન અથવા સોશ્યલ મીડિયાની ગતિવિધિઓ પર નજર રાખીને સુનિશ્ચિત કરો કે આ પ્રકારની ચેલેન્જમાં ભાગ લેતો નથી ને ,બાળકોના કાઉન્સિલરો પાસેથી પણ સતત રિપોર્ટ લેવાની સાથે વ્યવસાયિકોની મદદ લેવાનું પણ ચૂકવું જોઈએ નહીં

(10:53 am IST)