Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ભારતીય સરહદમાં ઘુસવાના ચીનના હવાતિયા ચાલુ: ઓગ.માસમાં 3 વાર 4 કી.મી.સુધી ઘુસી આવ્યા: ITBP ના વિરોધ પછી પીછેહઠ કરી

ન્યુદિલ્હી : શાંતિ મંત્રણાની સુફિયાણી વાતો કરતું ચીન ભારતની સરહદમાં ઘૂસવાની એક પણ તક જતું કરતું નથી.ઓગ.માસમાં જયારે સમગ્ર દેશ આઝાદીનો જસ્ન માનવી રહ્યો હતો ત્યારે ચીનના સૈનિકો બારહોતીમાં 4 કી.મી.સુધી ઘુસી આવ્યા હતા.ચીને 6 ઓગ 14 ઓગ તથા 15 ઓગ ના રોજ ઘૂસણખોરી કરી હતી.પરંતુ   ITBP ના કડક વિરોધ પછી તેને પાછા ફરી જવું પડ્યું હતું. તેવું આઈટીપીબી દ્વારા આપવામાં આવેલાં એક રિપોર્ટથી જાણવા મળ્યું છે

    ઉલ્લેખનીય છે કે  ચીન અને ભારતની વચ્ચે આ પહેલાં ડોકલામ મુદ્દે પણ વિવાદ થયો હતો. જ્યાં 72 દિવસ સુધી ચીન અને ભારતીય સેના આમને-સામને રહી હતી. જોકે ત્યારપછી આ વિવાદનો ઉકેલ લાવવામાં આવ્યો હતો તેમ છતાં બંને દેશની સીમાઓ પર સંપૂર્ણ શાંતિ સ્થપાઈ નહોતી.

(10:52 am IST)