Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

૬II કરોડ લોકો ઝૂંપડામાં રહે છે : ડ્રોન - સેટેલાઇટથી ગણત્રી શરૂ

મુંબઇમાં ૬૦ ટકા વસતિ ગેરકાયદે વસાહતોમાં રહે છે : જમીન દબાણો કયાં કર્યા છે તે હવે સરકાર જાણી લેશે : ઓડિસા - મહારાષ્ટ્ર - કર્ણાટકમાં ઝુંપડપટ્ટીની ગણત્રી શરૃઃ ઓડિશા સરકાર આ વર્ષના અંત સુધીમાં ૨ લાખ આવા ગરીબ પરિવારોને સત્તાવાર પરવાનગી આપી દેશે : સરકારી સુવિધાઓ પહોંચાડવાનો હેતુ કે ગેરકાયદે વસાહતો શોધી સફાયો બોલાવાશે ?

નવી દિલ્હી તા. ૧૨ : ભારતમાં ડ્રોન અને સેટેલાઇટની મદદથી ઝુંપડપટ્ટીના વિસ્તારો ઓળખવામાં આવશે. દબાણની ખરી સ્થિતિ જાણવા માટે રાજ્ય સરકારોએ ટેકનોલોજીની મદદ લેવાનું શરૂ કર્યું છે. ઓડિશા, મહારાષ્ટ્ર અને કર્ણાટકે ડ્રોન - સેટેલાઇટની મદદ લેવાનું શરૂ કરી દીધું છે.

ભારતમાં ૬.૫ કરોડ લોકો ઝુંપડપટ્ટીમાં રહેતા હોવાનો અંદાજ છે. દેશના આર્થિક પાટનગર મુંબઇમાં તો લગભગ ૬૦ ટકા વસતિ ગેરકાયદે વસાહતોમાં રહેતી હોવાનું કહેવાય છે. સરકારે જમીન ફાળવી ન હોય અથવા તો ચોક્કસ ધારાધોરણ પ્રમાણે બાંધકામ થયું ન હોય એવા વિસ્તારમાં બંધાયેલા રહેઠાંણો આ વ્યાખ્યામાં આવે છે.

એવા વિસ્તારોની માહિતી મેળવવા માટે હવે લેટેસ્ટ ટેકનોલોજીની સહાય લેવામાં આવશે. ડ્રોન અને સેટેલાઇટ ઇમેજના આધારે ભારતના અલગ અલગ રાજ્યોમાં કવાયત શરૂ થઇ છે.

ઓડિશાએ ડ્રોનની મદદથી આવી ગેરકાયદે વસાહતો ઓળખી કાઢી છે અને વર્ષના અંત સુધીમાં લગભગ બે લાખ જેટલા પરિવારોને સત્તાવાર પરવાનગી આપી દેવામાં આવશે. ઓડિશાના ટાઉન પ્લાનીંગ અધિકારીઓએ જણાવ્યું હતું કે, જે કામ વર્ષોથી શકય બનતું ન હતું, તે હવે ડ્રોનની મદદથી મહિનાઓમાં થયું છે. એ જ રીતે બેંગ્લુરૂમાં પણ ડ્રોનની મદદથી ગેરકાયદે રહેઠાંણો ઓળખવાની કવાયત શરૂ થઇ હતી. સરકારી ચોપડે ૬૦૦ ગેરકાયદે નોંધાયેલ ઝુંપડપટ્ટીનો આંકડો સેટેલાઇટ ઇમેજથી નવેસરથી અહેવાલ તૈયાર થયો તો એ આંકડો ૨૦૦૦ પહોંચ્યો હતો.

રાજ્ય સરકારના અર્બન મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓએ એવો મત વ્યકત કર્યો હતો કે સ્લમ કહેવાય એવા વિસ્તારોમાં અથવા તો જેને ગેરકાયદે સાહતો કહીએ છીએ એમાં પાણી સહિતની મુળભૂત સુવિધા એટલે પહોંચી શકતી નથી કે તેની કોઇ જ નોંધ જ ઘણી વખત સરકારી દસ્તાવેજોમાં હોતી નથી.

જો ખરેખર એવા વિસ્તારો ઓળખી કાઢવામાં આવે તો ત્યાં રહેતા લોકોને ઘણા કિસ્સામાં સરકારો આવી સુવિધા પણ આપી શકે. (૨૧.૩)

 

 

(9:48 am IST)
  • પેટ્રોલ - ડિઝલના ભાવવધારા સામે છત્તીસગઢમાં કોંગ્રેસના ધારાસભ્યો - નેતાઓ બળદગાડા સાથે વિધાનસભા પહોંચ્યા : અનોખો વિરોધ - દેખાવ : પોલીસે રોકયા તો બેરીકેટ્સ હટાવી આગળ વધ્યા : કાર્યકરોની સાથે બળદગાડામાં ભોજન લીધુ access_time 3:44 pm IST

  • આગામી ૬ મહિનામાં અમદાવાદના રોડ પર ૫૦ ઈલેકટ્રીક બસ દોડશેઃ વિજય નહેરા :ફલેગશીપ ફોરેન એન્ડ સિકયોરિટી પોલિસી કોન્ફરન્સમાં access_time 4:07 pm IST

  • કોંગ્રેસ પ્રેરિત નાટકીય ઉપવાસ આંદોલનનો અંત:હાર્દિક કોંગ્રેસની સામે ભિગીબિલ્લી બન્યો.સમગ્ર નાટકીય ઉપવાસમાં કોંગ્રેસના આટલા બધા નેતાઓ આવ્યા પણ કોઇ પાસે લખાવી કે બોલાવી ના શક્યો "પાટીદારોને ઓબીસીમાં સમાવેશ કરવો જોઇએ":સમાજની લાગણી અને માંગણીની મજાક બનાવી,સમાજને ગુમરાહ કરનાર હાર્દિકના કોંગ્રેસ માટેનાં નાટકનો અંત થયો.તૅમ ભાજપના રેશ્મા પટેલએ કહ્યું હતું access_time 11:57 pm IST