Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

દિલ્હીમાં ડોર સ્ટેપ ડિલીવરી સેવામા પહેલા જ દિવસે 25000 કોલ મળ્યા

 

નવી દિલ્હી :દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે ડોર સ્ટેપ ડિલીવરી સેવા લોન્ચ કરી છે. સેવા હેઠળ ડ્રાઈવિંગ લાયસન્સ અને લગ્ન રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ સહિત 40 સરકારી સેવાઓ ઘરે બેઠા પૂરી પાડવામાં આવશે. સેવાના પહેલા દિવસે મળેલા કોલ બાદ સીએમ કેજરીવાલે ઓપરેટર્સ અને ફોન લાઈન્સના નંબર વધારવા માટે કહી દીધુ છે. સેવાના પહેલા દિવસે ઓપરેટર્સને 25,000 કોલ્સ મળ્યા છે.

(12:00 am IST)