Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

સરકારની આંગણવાડી કાર્યકર્તાઓને ભેટ: વેતન ત્રણ હજારથી વધારી ૪૫૦૦ કર્યું સહાયિકાઓને 1500 રૂપિયાના સ્થાને 2250 રૂપિયા મળશે.

 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણવ્યું કે કેન્દ્ર સરકારે દેશભરના આશા અને આંગણવાડી કાર્યકર્તાઓની આવકમાં કેન્દ્રના ભાગમાં વૃદ્ધિ કરતા આશાકર્મીઓની પ્રોત્સાહન રકમ વધારીને બેગણી કરી છે. ઉપરાંત આંગણવાડી કાર્યકર્તાઓના 3000 રૂપિયાથી વધારીને 4500 રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે.

 

   આશા, આંગણવાડી કાર્યકર્તાઓ સાથે નરેન્દ્ર મોદી એપ અને વીડિયો લિંકના માધ્યમથી સંવાદ દરમિયાન વડાપ્રધાને જણાવ્યું કે જે આંગણવાડી કાર્યકર્તાઓ ને 2250 રૂપિયા હતા, તેમણે ત્યારે 3500 રૂપિયા મળશે. આંગણવાડી સહાયિકાઓને 1500 રૂપિયાના સ્થાને 2250 રૂપિયા મળશે.

(12:00 am IST)
  • બરવાળા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ ગઢીયાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને લખ્યો પત્ર:બરવાળા તાલુકામાં આવેલ કેનાલમાં પાણી છોડવા કરી માંગ:વેજલકા પાસે સફાઈનું કામ શરૂ હોવાથી વૈકલ્પિક રસ્તો કરી કેનાલમાં પાણી છોડવા કરી માંગ access_time 10:58 pm IST

  • નરેન્દ્રભાઈ મોદી તેમનો ૬૮મો જન્મદિવસ વારાણસીમાં ઉજવશે access_time 4:05 pm IST

  • રાજકોટ:માર્કેટ યાર્ડમાં ગુજકોટની ઓફીસ કરાઈ સીલ:15000.ના ભાડા પટે આપી હતી ઓફીસ:પાંચ માસનુ ભાડુ ચડત હતું:યાર્ડ દ્વારા ગુજકોટને આપવામાં આવી હતી નોટિસ access_time 11:27 pm IST