Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

' હર ઘર તિરંગા ' : હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે પરિપત્ર જારી કર્યો : દરેક ભારતીય નાગરિકને 13 થી 15 ઓગસ્ટ દરમિયાન પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવા વિનંતી કરી

હિમાચલ પ્રદેશ : હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે એક પરિપત્ર બહાર પાડીને કેન્દ્ર સરકારના 'હર ઘર તિરંગા' અભિયાનના ભાગરૂપે બધાને તેમના ઘરોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની વિનંતી કરી છે. આ સંદર્ભમાં હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલે 5 ઓગસ્ટે એક પરિપત્ર બહાર પાડ્યો હતો.

પરિપત્રમાં જણાવાયા મુજબ દરેક ભારતીય નાગરિકને 13 થી 15 ઓગસ્ટ સુધી તેમના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા 'હર ઘર તિરંગા' અભિયાનને મંજૂરી આપવામાં આવી છે.

રાષ્ટ્રધ્વજ સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવનું પ્રતિક છે અને લોકોના હૃદયમાં દેશભક્તિની ભાવના જગાડવા અને રાષ્ટ્ર નિર્માણ માટે અથાક મહેનત કરનારાઓના યોગદાનને યાદ કરવા માટે 'હર ઘર તિરંગા' અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. 13 થી 15 ઓગસ્ટ 2022 ના સમયગાળા દરમિયાન દરેક ભારતીય નાગરિકને તેમના ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવા સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે, તેમ પરિપત્રમાં જણાવાયું છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:23 pm IST)