Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

સ્‍વાસ્‍થ્‍યવર્ધક નાળિયેરનું પાણી રાત્રીના સમયે પીવાથી અનેક ફાયદાઓ

બ્‍લડપ્રેશર યુરિન ઇન્‍ફેકશન અને કિડની સ્‍ટોમમાં ખુબ જ રાહત થઇ શકે

નવી દિલ્‍હીઃ નાળિયેરનું પાણી દુનિયામાં દરેક જગ્‍યાએ પીવાય છે. તેના અનેક ફાયદાઓ છે. સામે નાળિયેર પાણી પીવાથી સ્‍કીન, ચહેરો, વાળ અને આંતરિક બોડીમાં ખુબ જ ફાયદા થાય છે. આ ઉપરાંત આ પાણી શરીરને ડિટોક્‍સીફાઇ કરે છે. તેમાં જુદા-જુદા મિનરલ્‍સ હોવાથી હૃદયરોગથી બચાવે છે. બ્‍લડપ્રેશર-પેશાબની તકલીફ અને કિડની સ્‍ટોનની તકલીફમાં રાહત આપે છે.

નાળિયેર પાણી એક જાણીતું પીણું છે, જેને વિશ્વના દરેક ખુણામાં પીવામાં આવે છે. આપણામાંથી પણ ઘણા લોકો તેના ફાયદા જાણે છે. તેનાથી સ્કિન, ચહેરા, વાળ અને ઇન્ટરનલ બોડી પાર્ટને ખુબ ફાયદો થાય છે. ગરમીની સીઝનમાં તેનો ઉપયોગ વધુ કરવામાં આવે છે, ખાસ કરીને દરિયા કિનારે રજાઓ માણતા. પરંતુ શું તમે જાણો છો રાત્રે નાળિયેર જાણી પીવાથી સ્વાસ્થ્યને અલગ ફાયદા થાય છે. ગ્રેટર નોઇડાની GIMS હોસ્પિટલમાં કાર્યરત જાણીતા ડાઇટીશિયન ડો. આયુષી યાદવે આ વિશે ઝી ન્યૂઝને ખાસ જાણકારી આપી છે.

નાળિયેર પાણી પીવાના ફાયદા

1. ડિટોક્સીફિકેશન

નાળિયેર પાણીમાં ઇલેક્ટ્રોલાઇટ્સ આપણા શરીરને ડિટોક્સીફાઈ કરવામાં મદદ કરે છે અને સાથે શરીરમાં પાણીની કમી રહેતી નથી. રાત્રે સુવા સમયે જો એક ગ્લાસ નાળિયેર પાણી પીવામાં આવે તો તેની અસર થોડા દિવસમાં જોવા મળશે.

2. હાર્ટ રોગથી બચાવ

નાળિયેર પાણીમાં વિટામિન, મિનરલ અને ઇલેક્ટ્રોલાઇટ્સ અને પોટેશિયમ જેવા મહત્વના તત્વ હોય છે. જે હાઇડ્રેશનમાં મદદ કરે છે. તેની મદદથી દિલની બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે.

3. બ્લડ પ્રેશર થશે કંટ્રોલ

તે લોકોએ રાત્રીના સમયે નાળિયેર પાણી જરૂર પીવુ જોઈએ જેને હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ છે. તેનાથી બીપી ઘટે છે અને સ્વાસ્થ્ય સારૂ કરવામાં મદદ મળે છે. પરંતુ તે લોકોએ ડોક્ટરની સલાહ વગર ન લેવું જોઈએ જે બીપીની દવા લે છે.

4. યુરિન ઇન્ફેક્શનથી બચાવ

રાત્રે નાળિયેર પાણી પીવાથી શરીર સારી રીતે ડિટોક્સિફાઈ થાય છે અને ખરાબ પદાર્થને બહાર કાઢવામાં મદદ મળે છે, તેથી યુરિન ઇન્ફેક્શનનો ખતરો ઓછો થઈ જાય છે .

5. કિડની સ્ટોનમાં રાહત

જે લોકોને કિડની સ્ટોનની બીમારી છે તેણે રાત્રીના સમયે જરૂર નાળિયેર પાણી પીવુ જોઈએ કારણ કે તેની ન્યૂટ્રીશનલ વેલ્યૂ રાત્રે પણ અસર કરશે અને પથરીથી પીડિત લોકોને રાહત મળશે.

(6:15 pm IST)