Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

સોનિયા ગાંધી કોરોના પોઝિટિવ

પ્રિયંકા ગાંધી બાદ

નવી દિલ્હી, તા.૧૩: કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોના પોઝિટિવ આવ્યા છે. કોંગ્રેસના પ્રવકતા જયરામ રમેશે આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો કોવિડ-૧૯ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા પ્રોટોકોલને પગલે તે એકલતામાં રહેશે. ત્રણ દિવસ પહેલા સોનિયા ગાંધીની પુત્રી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ કોરોના સંક્રમિત થયા હતા.

આ પહેલા ૨ જૂને સોનિયા ગાંધીને કોરોનાનો ચેપ લાગ્યો હતો. આ પછી તેમને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન, એનફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ચ્ઝ્ર) દ્વારા તેમને નેશનલ હેરાલ્ડ કેસમાં પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા હતા. બાદમાં સ્વસ્થ થયા પછી, સોનિયા ગાંધી ઇડી સમક્ષ હાજર થયા અને પૂછપરછમાં સહકાર આપ્યો.

(3:34 pm IST)