Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

દિલ્હી પોલીસ એલર્ટ

લાલ કિલ્લા પર શનિવારે ખાલીસ્તાની ઝંડો લહેરાવાનું નાપાક ષડયંત્રઃ ૧ કરોડનું ઇનામ

અમેરીકામાં સક્રિય ખાલીસ્તાની સંગઠન સિખ ફોર જસ્ટીસે એક વાર ફરી ભારત વિરૂધ્ધ નાપાક કાવતરૂ ઘડયું છે. આ ત્રાસવાદી સંગઠને એલાન કર્યુ છે કે ૧પ ઓગષ્ટના દિવસે જે કોઇ લાલ કિલ્લા પર ખાલીસ્તાનનો ઝંડો લહેરાવશે તો તેને સવા લાખ  ડોલર (૧ કરોડ રૂ.)નું ઇનામ આપવામાં આવશે. જેને પગલે દિલ્હી પોલીસને એલર્ટ કરી દેવામાં આવેલ છે. સિખ ફોર જસ્ટીસના સુપ્રિમો ગુરૂપતવંત સિંહ પન્નુને એક નિવેદન દ્વારા જાહેર કરેલ કે ૧૫ ઓગષ્ટ શીખો માટે સ્વતંત્ર દિવસ નથી. અમને૧૯૪૭ના ભાગલા સમયના મહાત્રાસની યાદ આપે છે. બદલ્યા હોય તો માત્ર શાસક બદલ્યા છે ? અમને આજે પણ ભારતીય બંધારણમાં અને પંજાબના સંશોધનોનો ઉપયોગ અન્યાય પૂર્ણ રીતે બીજા રાજયો માટે કરાય છે. આપણને વાસ્તવમાં સ્વાતંત્રની જરૂર છે.

છેલ્લા મહિનાથી ગુરૂપતવંત સિંહ ઉપર કાનુની ગાળીયો મજબુત બનતો જાય છે. તેમના અને તેમના સાથીઓ ઉપર ૬ એફ.આઇ.આર. દાખલ કરાયેલ છે. છેલ્લા કેટલાય સમયથી રાજકીય જનમતની માગણી ઉઠાવી રહેલ છે અને શિખ સમુદાય માટે અલગ રાજયની માંગ કરી રહેલ છે.

ગુરૂપતવંત સિંહની ચેતવણી પછી દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ આકરી કરવામાં આવી રહી છે.

(3:25 pm IST)
  • પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીર (POK) ના મુઝફ્ફરાબાદ શહેરમાં ચીની કંપનીઓ સામે જનઆક્રોશ - ભારે ગુસ્સો : લોકોએ વિરોધ પ્રદર્શન રેલીમાં મશાલો પ્રગટાવી અને ડ્રેગન વિરોધી સૂત્રોચ્ચાર કર્યા : ચીની કંપનીઓ દ્વારા નીલમ-જેલમ નદી પર મેગા ડેમના બાંધકામનો વિરોધ કરવા માટે રેલી યોજાઈ હતી : રેલીમાં હાજર રહેલા લોકોએ નદીઓ બચાવવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા access_time 11:11 pm IST

  • ભારત-ચીન તણાવ : ડેપસાંગ અંગે બેઠકમાં કોઇ નિર્ણય નહિ : સેના તેમજ રક્ષામંત્રાલયનું મૌન : નવી દિલ્હી : લદ્દાખના ડેપસાંગના એલએસી પર આમને-સામને તૈનાતી અને તણાવ ખત્મ કરવા યોજાયેલી બેઠકમાં કોઇ ઉકેલ આવ્યો નહિ access_time 10:15 am IST

  • ભારતમાં કોરોનાનો કહેર યથાવત : છેલ્લા 24 કલાકમાં નવા 64,142 કેસ નોંધાયા: વધુ 1004 લોકોના મોત : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 24, 59, 613 થઇ : 6,60,348 એક્ટીવ કેસ : વધુ 54,776 દર્દીઓ સાજા થતા કુલ 17,50,636 દર્દીઓ રિકવર થયા: દેશમાં રિકવરી રેઈટ 71 ટકાએ પહોંચ્યો : કુલ મૃત્યુઆંક 48,144 થયો: access_time 12:55 am IST