Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

સાઉદી અરબો પાકિસ્તાન સાથેના તમામ સંબંધો તોડી નાખતા પાકિસ્તાનના ટાટીયા ધ્રુજી ઉઠયા : નારાજ સાઉદી અરબને હાથે પગે પડવા પાક. સેનાના વડા દોડી ગયા

રિયાધઃ પાકિસ્તાની વિદેશ પ્રધાન શાહ મહમદ કુરેશીના બયાનથી નારાજ સાઉદી અરબે ઇસ્લામાબાદ સાથે દાયકાઓ જુના સંબંધો તોડવાની જાહેરાત કરી દીધી હતી. તેનાથી હચમચી ગયેલી પાક સરકાર હવે પોતાની સેનાના વડા કર જાવેદ બાજવાને તેને મનાવવા મોકલશે.

મિડીયા રિપોર્ટ અનુસાર, નારાજ સાઉદીએ પાકિસ્તાનને લોન અને ક્રુડનો સપ્લાય રોકવાની ઓફીસશ્યલ પુષ્ટી કરી છે.જયારે પાકિસ્તાનને ૭૪૮ર કરોડ રૂપિયાનુ ઋણ પાછુ આપવાનું પણ કહ્યું છે સાઉદીઓ પાકિસ્તાનને ર૦૧૮માં ૬.ર અબજ ડોલરની લોન આપી હતી. તેમાંથી ૩ અબજ ડોલર પેટ્રોલીયમ પદાર્થો લેવા અને તેના સ્ટોરેજ માટે આપ્યા હતા.

ક્રાઉન પિન્રસ મોહમ્મદ બિન સલમાને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં આ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન કાશ્મીર બાબતે ઇસ્લામીક સહયોગ સંગઠન (ઓઆઇસી) ની બેઠક બોલાવવા પર ભાર મુકી રહ્યું છે. પણ સાઉદી અરબ તેના માટે તૈયાર નથી.

(2:37 pm IST)