Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

ગુજરાતમાં રેડ એલર્ટ : દિલ્‍હી - મુંબઇમાં ભારે વરસાદની સંભાવના

નવી દિલ્હી : દેશની રાજધાની નવી દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં મંગળવારે અને બુધવારે રાત્રે ખૂબ સારો વરસાદ પડ્યો છે. એક તરફ લોકોની ગરમીથી રાહત મળી છે તો બીજી તરફ દિલ્હીના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયું છે, લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બુધવારે સવારે દિલ્હીના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસમાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. દિલ્હીમાં ભારે વરસાદને પગલે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે દિલ્હી, ગ્રેટર નોઇડા, રોહતક, ગુરુગ્રામ, ગાઝિયાબાદ, ફરીદાબાદ, પલવલ, પાનીપત અને કરનાલ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાતના અનેક હિસ્સામાં ભારે વરસાદની સંભાવના, રેડ એલર્ટ ભારતીય હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં 16 ઓગસ્ટ સુધી ભારે વરસાદે પડવાની સંભાવના વ્યક્ત કરી છે. મામલે હવામાન વિભાગે બુધવારે રેડ એલર્ટ આપ્યું હતું. દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં બુધવારે સારો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર તરફથી ગુજરાતના નવસારી, વલસાડ, સૌરાષ્ટ્રના દ્વારકા અને જામનગર, દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેના પગલે માછીમારોને દરિયો ખેડવાની સલાહ આપવામાં આવી છે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુરુવારે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી અને તેની આસપાસ લૉ પ્રેશર બનતા ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે. જેમાં કહેવામાં આવ્યું છે કે 16 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. પંચમહાલ, વલસાડ, નવસારી, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં બુધવારે સારો વરસાદ પડ્યો છે.
મુંબઈ, પાડોશી જિલ્લાના અમુક ભાગમાં ભારે વરસાદની આગાહી  આઈએમડી તરફથી 24 કલાકમાં મુંબઈના અમુક વિસ્તારો અને પાડોશી જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાનું પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે. આઈએમડી તરફથી રાયગઢ, નાસિક અને પુણેમાં ભારે વરસાદના પૂર્વાનુમાન સાથે બ્રાઉનએલર્ટ આપવામાં આવ્યું છે. અધિકારીએ જણાવ્યું કે આગામી 24 કલાકમાં મુંબઈના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. થાણે, રાયગઢ અને રત્નાગિરી જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.

(11:30 am IST)