Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

કોરનાથી મોત મામલે ભારત ચોથા નંબરે : ઓગસ્ટમાં જ કુલ મોતના ૨૨ ટકા નોંધાયા

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાથી મોતનો આંકડો ૪૭ હજારને પાર કરી ગયો છે. ભારત આ અંગે અમેરિકા, બ્રાઝીલ અને મેકસીકો બાદ ચોથા નંબરે છે. બીજા દેશની તલુનાએ ભારતમાં પ્રતિ ૧૦ લાખે મોતનો આંકડો ૩૪ છે. જે અમેરિકામાં ૫૦૮, બ્રાઝીલમાં ૪૮૫, મેકસીકોમાં ૪૧૮ છે. જ્યારે બ્રિટનમાં ૬૮૮ છે.

જો કે મોત અંગે સૌથી ચિંતાજનક બાબત ઓગસ્ટ મહિના સાથે સંકળાયેલી છે. ભારતમાં ૧ ઓગસ્ટથી અત્યાર સુધીમાં ૧૦,૫૫૧ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. કુલ આંકના ૨૨ ટકા જેટલો દર છે. ઉપરાંત પોઝીટીવ કેસ પણ છેલ્લા પંદર દિવસથી ૫૦ હજારથી વધુ જ નોંધાયા છે. ૮ ઓગસ્ટે સૌથી વધુ ૬૫,૪૧૦ કેસ સામે આવ્યા છે. ૧૭ લાખ લોકો કોરોનાથી સાજા પણ થયા છે.

(11:17 am IST)