Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

સંકટ મેં હૈ આજ યે ધરતી, જીસપર તુને જનમ લીયા, પુરા કરદે આજ વચન, ગીતામે જો તુને દિયા...

નક્કી છે હવે કોરોનાની હાર, શ્રી કૃષ્ણ છે આપણા તારણહાર

મધુરાધિપતિ મધુસુદનનું વ્યકિતત્વ મનમોહક છે. શ્રી કૃષ્ણાએ પોતાના જીવનકાળમાં કેટલાય પડકારો સ્વીકારી આસુરી તત્વોનો નાશ કર્યા હતો. તેઓ પ્રેમ, શાંતિ અને સોહાર્દના પક્ષધર રહ્યા છે. વાંસળી અને સુદર્શન ચક્ર બન્નેનું સંતુલન અદ્ભુત રીતે કર્યુ છે. નટવર કયારેય નાસીપાસ થયા નથી. તેમના જીવનનું અનુકરણ ઇચ્છનીય છે. તેમના ઉપદેશના માનવ જાત પર અકલ્પનીય પ્રભાવ છે: આ વર્ષની જન્માષ્ટમી પર કોરોનાની અસરઃ, ભવ્ય શોભાયાત્રા, નંદોત્સવ, સુશોભન વગેરે બંધઃ સદીઓ વીતી ગઇ છતાં આજે'ય શ્રી કૃષ્ણ આપણી શ્રધ્ધાનું પ્રતીક અને સૌને પ્રિય રહ્યા છે. ઘરે રહીને એના ગુણગાન ગાઇએ. દેવકીનંદને અનેક અસૂરોનો વધ કરીને અસૂરોના અહંકારને દૂર કર્યો. જે અહંકારથી મુકત થાય છે એને કૃષ્ણત્વનો સ્પર્શ થાય છે: પ્રભુ, પકડો લો મેરા હાથ, જગત મેં ભીડ ભારી હૈ, કહીં મેં ખો ન જાઉ, જિમ્મેદારી યે તુમ્હારી હૈ: કૃષ્ણ કી મહિમા, કૃષ્ણ કા પ્યાર, કૃષ્ણ મેં શ્રધ્ધા, કૃષ્ણ સે સંસાર, મુબારક હો આપકો જન્માષ્ટમી કા ત્યોહાર

 

હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી... રાજકોટની શોભાયાત્રાના સંભારણા, આ વર્ષે કોરોનાના કારણે કયાંય આવી શોભાયાત્રા જોવા નહીં મળે

હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી... આ નાદ કાને ગુંજી રહયો છે. દર વર્ષે શ્રાવણ વદની આઠમે આવતો શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ આ વષે ૧ર ઓગષ્ટ બુધવારે છે. કાલે લાલાને વધાવવાની સેંકડો ભકતો રાહ જોઇ રહયા છે જો કે કુદરતી રીતે આ વખતે અભુતપુર્વ પરિસ્થિતિ છે. વૈશ્વિક મહામારી કોરોનાએ ભરડો લીધો છે. વિશ્વની જેમ ગુજરાત પણ કોરોનાથી પીડીત છે. મહામારીએ જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. કોરોનાથી બચવા માટે સોશ્યલ ડીસ્ટન્સ ખુબ જરૂરી છે. માર્ચ પછી તમામ તહેવારોની ઉજવણી બંધ છે. સરકારે જનસમુહ એકત્ર થવા પર પ્રતિબંધ મુકયો છે અને લોકોમાં પણ ડર છે  લોકો કોરોનાને હરાવવા ચક્રધારીને તારણહાર તરીકે જોઇ રહયા છે.

દર વર્ષે શ્રાવણ માસમાં ધાર્મિક સ્થળો અને ફરવા લાયક સ્થળોએ હૈયે હેયુ દળાઇ તેટલી મેદની હોય છે. આ વખતે મોટાભાગના મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ છે. લોકમેળાઓ પણ થયા નથી. ભકતોએ ઘરે બેઠા જ તહેવારો ઉજવવાના છે. કોરોનાની સીધી અસર રાજકોટમાં પરંપરાગત ભવ્ય રીતેે ઉજવતા જન્માષ્ટમી પર્વે પર પડી છે. શોભાયાત્રા, લતા સુશોભન વગર હૈયાના હેતથી નંદલાલાને વધાવવાના છે. વિહિપ  પ્રેરિત થતા જન્માષ્ટમીના તમામ કાર્યક્રમો આ વર્ષે માણવાના નહી, માત્ર  વાગોળવાના રહયા છે. મહોત્સવ સમિતિએ કોરોનાની સરકારી માર્ગદર્શિકાનું સંપુર્ણ પાલન કરી જન્માષ્ટમી ઉજવવા લોકોને અપીલ કરી છે. નજીકના ભવિષ્યમાં મહામારીથી છુટકારો મેળવવા કોઇ રસીની શોધ થાય અથવા અન્ય ચમત્કાર થાય તેવી લોકો આશા રાખી રહયા છે. પૃથ્વી પર જયારે પીડા અસહય થઇ જાય છે ત્યારે ભગવાન ભકતોની વહારે અવશ્ય આવે છે. ગીતામાં આપેલુ વચન યાદ રાખી શ્રી કૃષ્ણ મહામારીથી મુકત કરવા અને અન્ય સંકટો ટાળવા વહારે આવે તેવી પ્રાર્થના ભકતો કરી રહયા છે.

આપણા શાસ્ત્રો પ્રમાણે શ્રાવણ મહિનાની વદ આઠમના દિવસને જન્માષ્ટમી તરીકે દેશ વિદેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ એ અવતારો ધારણ કર્યા એ બધા જ અવતારોમાં તેમનો મહત્વનો જો કોઈ અવતાર હોય તો તે શ્રી કૃષ્ણનો છે.આ અવતાર તેમણે શ્રી કૃષ્ણનારૂપે દેવકીના ગર્ભમાં મથુરાની જેલમાં લીધો હતો.શ્રી કૃષ્ણના જન્મ સમયે ચારે બાજુપુષ્કળ પાપકૃત્યો અને અધર્મ ફેલાયો હતો. અસુરોનો નાશ કરવા અને ધર્મનું સંસ્થાપન કરવા માર્ટ શ્રી કૃષ્ણએ જન્મ લીધો હતો.

આ પૃથ્વી પર બધી જ કળાઓથી પરિપૂર્ણ થઈને અવતરિત થયા હતા. તેમણે જે પણ કાર્યો કર્યા એ ઈતિહાસમાં મહત્વપૂર્ણ કાર્યો તરીકે ઓળખાયા. પૃથ્વી પર શ્રીકૃષ્ણે કરેલી લીલાઓ અપાર છે.શ્રી કૃષ્ણએ માનીતા આરાધ્ય દેવ છે. ભારતના ગામે ગામ શ્રી કૃષ્ણની અને રાધા-કૃષ્ણની વિવિધ અંગ ભગીવાળી સુંદર મૂર્તિઓ અને રંગીન આકર્ષક ફોટાઓ ભકિતભાવથી પૂજાય છે. મહાભારતના યુદ્ઘ વખતે કુરૂક્ષેત્રની ભૂમિમાં અર્જુનને થયેલ સમ્મોહને દૂર કરીને એને યુદ્ઘ માટે તૈયાર કરવા માટે તેમણે ગીતાનું જે જ્ઞાન આપ્યુ એ શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે વિશ્વમાં અમર થઈ ગયું.

ગીતા તમામ વેદો અને ઉપનિષદોનો સાર છે. સમગ્ર મહાભારતનું નવનીત મહર્ષિ વેદવ્યાસે ગીતાના કુલ સાતસો શ્લોકો દ્વારા અર્જુનને નિમિત બનાવીને વિશ્વને પીરસ્યુ છે. ગીતા એ જીવન યોગ છે. જીવનના મુંઝવતા પ્રશ્નોનો ઉકેલ ગીતાના સંદેશમાંથી મળી રહે છે. જીવન કેમ જીવવું ? એની કળા ગીતા આપણને શીખવે છે. 

દરેક મનુષ્યની અંદર એક શંકાશીલ અર્જુન છુપાઈને બેઠેલો હોય છે. જયારે અર્જુન તત્વમાં યોગેશ્વર કૃષ્ણનું તત્વ ભળે એટલે જે જીવન સંગીતનું ગાનપ્રગટે ચૂમે એ જ ગીતા કુરૂક્ષેત્રના મેદાનની વચ્ચે રથ ઉભો રાખીને સારથી બનેલા શ્રી કૃષ્ણે સખા અર્જુનની શંકાઓનું નિવારણ કરતા કરતા અજુંનને નિમિત બનાવીને વિશ્વની માનવ જાતને જીવન જીવવા માંટેની કળા માટેનો એક અણમોલ અને પ્રેરક સંદેશ આપ્યો

કૃષ્ણ અને વાંસળી : એક અલૌકિક પ્રેમની અદ્ભૂત કથા

શ્રી કૃષ્ણ અને વાંસળી વચ્ચેના સંબંધની, કૃષ્ણને વાસળી ખૂબ પ્રિય છે. ભગવાન કૃષ્ણ વાંસળીને પોતાનાથી કયારેય અલગ નહોતા કરતા. કયારેક કનૈયાના હાથમાં વાંસળી હોય અને કયારેક તેમના હોઠ પાસે હોય તો કોઇકવાર કમરમાં રાખેલી હોય. પણ આ વાંસળી અને કૃષ્ણના સબંધની પાછળ એક પ્રસિદ્ધ વાર્તા છે.

દ્વાપર યુગની આ વાત છે. ભગવાન કૃષ્ણ વૃંદાવનના બગીચામાં ટહેલતા ટહેલતા દરેક વૃક્ષ પાસે જતા અને દરેક વૃક્ષને કહેતા કે હું તમને ખૂબ પ્રેમ કરૂ છું. વૃક્ષો ખૂશ થઇ જતાં અને કૃષ્ણને કહેતા કે વ્હાલા અમે પણ તમને ખૂબ પ્રેમ કરીએ છે.

એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ અચાનક દોડતા દોડતા બગીચામાં આવ્યા અને સીધા જ વાંસના વૃક્ષ પાસે ગયા. અચાનક શ્રી કૃષ્ણને આવેલા જોઇને વાંસના વૃક્ષને ખૂબ આશ્ચર્ય થયું. તેણે શ્રી કૃષ્ણને પૂછયું, 'શું વાત છે કૃષ્ણ કે તમે આમ દોડતા મારી પાસે આવ્યા ? ' કૃષ્ણ બોલ્યા, 'તને કહેતા બહુજ સંકોચ થાય છે.' વાંસે જવાબ આપે, 'પ્રભુ જો હું તમારા કામમાં કદાચ મદદરૂપ થઇ શકું તો હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનીશ.' 'વાંસનો લાગણી ભર્યો જવાબ સાંભળીને કૃષ્ણ લાગણીવશ થઇ ગયા અને તેમણે કહ્યું, 'મન તારૂ જીવન જોઇએ છે. મારે તને કાપવું છે.' આ સાંભળીને વાંસ વિચારમાં પડી ગયો અને તેનાથી પૂછાઇ ગયું, કે 'કૃષ્ણ અના સિવાય બીજોકોઇ ઉપાય નથી ? ' શ્રી કૃષ્ણએ તરત જ જવાબ આપ્યો કે 'ના  આ સિવાય મારી પાસે બીજો કોઇ ઉપાય નથી, મારી મનગમતી વસ્તુ પ્રાપ્ત કરવા માટે આ એકજ માર્ગ છે.' આ સાંભળીને વાંસે તરત જ કૃષ્ણને સમર્પિત થવાનો નિર્ણય લઇ લીધો.

કૃષ્ણએ વાંસના એક ટૂકડાને હાથમાં પકડયો અને તેમાં છીદ્રો કરવા લાગ્યા. કૃષ્ણ જયારે છીદ્રો કરી રહ્યા હતાં ત્યારે વાંસને ખૂબ પીડા થતી હતી, પરંતુ વાંસ કશું જ બોલ્યા વગર તે પીડા સહન કરતો ગયો વાંસને પોતાને થઇ રહેલા દર્દની પીડા નહોતી પરંતુ એ વાતની ખુશી હતી કે હું કૃષ્ણના કામમાં કામ આવી રહ્યો છું. અંતે છીદ્રો પડવાનું કામ પુરૂ થયું અને તેમાં કોતરકામ શરૂ થયું. આ તમામ કામ પુરૂ થતાં વાંસના રંગરૂપ બદલાઇ ગયા. વાંસ પોતાના તમામ દર્દોને ભૂલી ગયું કારણ કે હવે તે વાંસમાંથી વાંસળી બની ગયું હતું, અને આ વાંસળી કૃષ્ણને અત્યંત પ્રિય બની ગઇ. ઇતિહાસ સાક્ષી પૂરે છે કે કૃષ્ણની સૌથી નજીક કોઇ હોય તો તે વાંસળી છે.

શંખ ચક્ર ગદા પદ્રા એ

ચતુર્ભુજ વિષ્ણુ.

કૃષ્ણનું ચિત્ર એ

તો વાંસળી વગર અધુરું.

કહેવાય છે કે કૃષ્ણ જયારે વાંસળી વગાડતા ત્યારે ગોકુળના તમામ વૃક્ષો, નદીઓના નીર, પશુ અને પક્ષીઓ તમામ લોકો ભાન ભૂલીને અને પ્રસન્ન થઇને કિલ્લોલ કરવા લાગતાં. એથી આગળ જો વાત કરવામાં આવે તો કૃષ્ણની વાંસળીના સૂર જયારે રેલાય ત્યારે કૃષ્ણના ગામથી દૂર બીજા ગામમાં રહેતી રાધા પણ પોતાનું ભાન ભૂલી જતી અને પોતાના તમામ કામો છોડીને કૃષ્ણમય બની જતી. આ છે કૃષ્ણની વાંસળીમાંથી રેલાતા સૂરની તાકાત.

એક લોકવાયકા અનુસાર, એકવાર ગોપીઓને વાંસળીની મીઠી ઇર્ષા આવી. અને ગોપીઓએ વાંસળીને સવાલ કર્યો કે હે વાંસળી, અમે કૃષ્ણને અમારી જાત કરતા પણ વધારે પ્રેમ કરીએ છીએ છતા પણ કૃષ્ણની આટલી નજીક રહેવાનો અધિકાર માત્ર તને શા માટે ? વાંસળીએ ખૂબ સારો જવાબ આપ્યો કે હે ગોપીઓ હું કૃષ્ણની સતત સાથે એટલા માટે રહું છું કારણ કે હું મારા શરીરે વીંધાણી છું. અર્થાત મે મને વાંસમાંથી એક વાંસળી બનવામાં બહુ દર્દ પડયું છે અને એટલે જ કૃષ્ણએ હંમેશા મને  પોતાની સાથે રાખી છે મને કયારેય પોતાનાથી અલગ કરી નથી.

દર્દ સહન કરવા માટે પણ પાત્રતાની જરૂર પડે છે. જયારે પણ જીવનમાં તકલીફ પડે જયારે પણ દર્દ આવે ત્યારે ચોક્કસ ઇશ્વર પર ભરોસો રાખીને એટલુ વિચારવું જોઇએ કે ચોક્કસ ભગવાન મને સફળ બનાવવા માટેનો મસ્ત પ્લાનીંગ કરી રહયા છે. કારણ કે એક પત્થરને પણ હિરો બનવુ હોય તો ખુબ ઘસાવુ પડે છે. પોતાની જાત અડધી થઇ જાયને ત્યારે એક સામાન્ય પત્થર હિરો બની શકતો હોય છે. એટલે ઇશ્વર પર ભરોસો રાખવો અને સતત વિશ્વાસ કરવો મારા ભગવાન હ઼મેશા મારી સાથે છે અને તેઓ કયારેય મારૂ અહીત નહી થવા દે અને જીવનમાં આવતી તકલીફો એ માત્ર તકલીફો નથી હોતી મિત્રો પરંતુ તમારા વ્યકિતત્વનું ઘડતર હોય છે. આ સમયમાં જે ઘડાઇ જાયને તેના જીવનમાં ઇશ્વર દુનિયાનું તમામ સુખ મુકી દે છે. પરંતુ શરત એ છે કે ઇશ્વરને કયારે ન ભુલવા અને તેમની ભકિત કયારેય ન છોડવી.

કૃષ્ણ જગદગુરુ

 કૃષ્ણ હિંદુ સંસ્કૃતિનાં મોટા ભાગનાં  ધર્મો અને સંપ્રદાયોમાં ભગવાન તરીકે  પુજાય છે. વળી શ્રીકૃષ્ણ ને જગદગુરુ  કહેવામા આવે છે. કૃષ્ણનું વર્ણન મોટે  ભાગે શ્યામ વર્ણ ધરાવતાં કિશોર તરીકે  જોવા મળે છે જે હંમેશા હાથમાં બંસી  (વાંસળી) સાથે ફરતો હોય છે કે બંસી    વગાડતો હોય છે (શ્રીમદ્ ભાગવતમાં) અથવા તો અત્યંત તેજસ્વી યુવાન  રાજા તરીકે તેમની છબી ચિતરાયેલી  જોવા મળે છે,જે અન્યોને ગુઢ ફીલોસોફી  જ્ઞાન અને માર્ગદર્શન આપતો હોય (જેમ કે ભગવદ ગીતામાં).-ભારતમાં વિવિધ  સમુદાયોમાં કૃષ્ણને ભિન્ન ભિન્ન રીતે  જોવામાં આવે છે. 

કૃષ્ણ અને તેમની સાથે સંકળાયેલી  કથાઓ વિવિધ હિંદુ સંપ્રદાયો અને  સમુદાયોમાં બહોળા પ્રમાણમાં સાંભળવા  મળે છે. ભલે આ વાતોમાં વર્ણવેલી  અમુક હકીકતો જુદા જુદા સંપ્રદાયોમાં  જુદી હોય, પરંતુ તેનું હાર્દ તો  હમેશા એક સરખું હોય છે. આમાં  કૃષ્ણના દિવ્ય અવતારની વાતો, તેમના  નટખટ બાળપણની અને યુવાવસ્થાની  વાતો તથા એક યોદ્ઘા અને શિક્ષા આપનાર  ગુરુ(અર્જુનનાં સંદર્ભમાં) તરીકેની વાતોનો  સમાવેશ કરી શકાય.  

 જન્મનો મહિમા 

૧૮મી સદીના ચિત્રમાં કૃષ્ણને લઈ  જતા વાસુદેવ... ભગવાન શ્રી કૃષ્ણનો  જન્મ શ્રાવણ કૃષ્ણ પક્ષ આઠમના રોજ  થયો હતો તો રાધાએ શ્રાવણ માસમાં  શુકલ પક્ષની આઠમ તિથિના રોજ જન્મ  ધારણ કર્યો હતો. શ્રી કૃષ્ણ અને રાધાના  જન્મ સમયે તિથિ પ્રમાણે માત્ર ૧૫  દિવસોનો અંતર છે. કૃષ્ણના જન્મનો  દિવસ જન્માષ્ટમી તરીકે ઉજવાય છે  અને રાધાના જન્મનો દિવસ રાધાષ્ટમી  તરીકે ઉજવાય છે. આમ તો ભગવાન  વિષ્ણુએ અત્યાર સુધી ત્રેવીસ અવતાર  ધારણ કર્યા છે. આ બધા જ અવતારોની  અંદર તેમનો મહત્વનો અવતાર શ્રી કૃષ્ણનો  છે. આવો આજે જન્માષ્ટમીના અવસરે શ્રી કૃષ્ણ ભકિતમાં ઓળઘોળ થઇએ...

જય શ્રી કૃષ્ણ

જીવનમાં ઉતરે તો બેડો પાર

. વિચારો કેટલા આવે છે તે નહિં પણ વિચારો કેવા આવે છે તે મહત્વનું છે.

 . શબ્દો મફત છે, તેનો ઉપયોગ કર્યા પછી કિંમત ચૂકવવી પડે છે.

. શોધવા જ હોય તો તમારી ચિંતા કરવાવાળાને શોધજો, બાકી તમારો ઉપયોગ કરવાવાળા તમને શોધી લેશે.

.  પરિશ્રમ સારા પ્રારબ્ધની જનની છે.

.  આંસુઓનું વજન હોતું નથી છતાં એ દિલમાંથી નીકળી જાય ત્યારે દિલ હળવું થઇ જાય છે.

.  શાંતિથી જીવવું હોય તો બીજાને બદલવા કરતા પોતાની જાતને બદલો.

.  ભૂલ એ જીવનનું પાનું છે, સબંધ એ આખુ પુસ્તક છે, એક પાના માટે આખુ પુસ્તક ન ફાડી નખાય.

. કહેતા નહિં પ્રભુને કે સમય વિકટ છે, કહી દો સમસ્યાને કે પ્રભુ મારી નિકટ છે.

.  અડધુ દુઃખ ખોટા લોકો પાસેથી આશા રાખવાથી થાય છે અને બાકીનું દુઃખ સાચા લોકો પર ખોટી શંકા કરવાથી થાય છે.

. આપણી પાસે એક દીવો છે તે આપણને રાહ ચિંંધાડે છે તે દીવો એટલે 'અનુભવ.'

. મનગમતા લોકોને કદી યાદ કરવા પડતા નથી, એ યાદ આવી જાય છે.

. ખાઇમાં પડેલો બચી શકે પણ અદેખાઇમાં પડેલો બચી ન શકે.

. જે સબંધમાં સંપૂર્ણ વિશ્વાસ, ઇમાનદારી અને સમજદારી હોય તેને નિભાવવા માટે કોઇ વચન, સોગંદ, નિયમ કે શરતની જરૂર નથી.

જીવન જીવવાની જડીબુટ્ટી

. જે સમય ચિંતામાં જાય છે તે કચરાપેટીમાં જાય છે અને જે સમય ચિંતનમાં જાય છે તે તિજોરીમાં જમા થાય છે

. યોગ્ય સમય પર કરેલું નાનું કામ પણ બહુ ઉપકારી હોય છે જયારે સમય વહી ગયા પછી કરેલું મહાન કાર્ય પણ વ્યર્થ હોય છે.

. પતંગિયું થોડીક ક્ષણો માટે જીવે છે તોય એની પાસે પુરતો સમય હોય છે.

.  તમને જીવન પ્રત્યે પ્રેમ છે ? જો હા તો પછી સમય ગુમાવશો નહિ, કારણ કે જીવન સમયનું બનેલું હોય છે.

.  આનંદ અને કર્મ કૌશલ્યથી કલાક નાના લાગે છે.

.  જે સમયને વેડફે છે સમય તેને વેડફે છે .

.  જે મિનિટ જાય છે તે પછી પાછી આવતી નથી એ જાણવા છતાંય આપણે કેટલી બધી મિનિટો વેડફી દઇએ છીએ.

. સમય મહાન ચિકિત્સક છે

.  મિનિટોની ચિંતા કરો, કારણ કે કલાકો તો પોતાની ચિંતા સ્વયં કરી લેશે.

. સમય આવ્યા વગર વજ્રપાત થાય તો પણ મૃત્યુ નથી થતું અને સમય આવી જતા પુષ્પ પણ પ્રાણ લઇ શકે છે.

. સમયથી પહેલા અને ભાગ્યથી વધુ કયારેય મળતું નથી.

. સમયનો જે મહત્તમ ઉપયોગ કરી જાણે છે તે જ સફળ છે અને તે જ સુખી છે.

. સમય અને સમુદ્રની ભરતી કોઇની વાટ જોતા નથી.

જન્માષ્ટમીના તમામ વર્ષના સૂત્રો

ર૦૦૦ ધર્માંતરણ હવે હદ કરે છે, શ્રીકૃષ્ણનો સંદેશ કહે છે

ર૦૦૧ શકિત કો હો નમન કરે, જય વિરાટ કા દર્શન હો જબ જબ

ર૦૦ર  માધવ દે તું શકિત અમોને, દેશ શત્રુઓનો નાશ કરવાને

૨૦૦૩ રામ-કૃષ્ણ કા ધ્યાન ધરે, મંદિર કા નિર્માણ કરે

૨૦૦૪ હે કેશવ! લક્ષ્ય પ્રેરીત બાણ  હૈ હમ, ઠહેરને કા નામ કેસા!

૨૦૦૫ કેશવ માધવનો શંખનાદ, માં ભારતીનો જય નિનાદ

ર૦૦૬ સંઘ શકિત કલવ યુગે...!

૨૦૦૭ સુદર્શન ચક્ર ચલાયેંગે, રામસેતુ બચાયેંગે

૨૦૦૮ હમ બનેંગે અર્જુન યૌધ્ધા, કૃષ્ણ કે સુદર્શન ચક્ર બન જાયેંગે, રામસેતુ સે અમરનાથ તક કી પવિત્ર ભુમી બચાયેંગે.

૨૦૦૯ નઇ સદી કા શંખ બજ ગયા, અપના કર્જ નિભાના હૈ,  ગોપાલ સંવર્ધન કરકે, ઉન્નત રાષ્ટ્ર બનાના હે.

૨૦૧૦ જબ ધર્મકાજ મે બાધા આયી,  ભગવાન શ્રીકૃષ્ણને તુરંત હટાઇ,  અબ રામ મંદિર મે બાધા આયી, હનુમંત શકિત ઉસે હટાયે.

ર૦૧૧ વિનાશાય દ્રુષ્ટાણામ.

૨૦૧૨ જાતભાત છે નહી કોઇ, દ્વારકાધીશ ભજે સબ હરિ કા હોય.

૨૦૧૩ કર્મ પથ પર આજ સભી કો ગીતા જ્ઞાન બુલાતા હૈ.

૨૦૧૪ કૃષ્ણ ભકિત ઔર કર્મ ભકિત સે, ભારત કો ફીર ભવ્ય બનાના હૈ.

૨૦૧૫ શપથ સભી કો રામ ધનુષ કી, ચક્ર, સુદર્શન, બ્રહ અસ્ત્ર કી.

૨૦૧૬ માધવ કી પુકાર  સુનો, હિન્દુ સમાજ સમરસ બનો.

૨૦૧૭ આ રહી હૈ આજ ચારો ઔર સે કૃષ્ણ કી પુકાર, હમ કરેંગે ગૌરક્ષા માતૃભુમિ કે લીએ અપાર.

૨૦૧૮ જરાસંઘ છલબલ દીખલાલે, અંતિમ વિજય હમારી હૈ,  ભીમ પરાક્રમ પ્રગટીત હોગા, યોગેશ્વર ગીરધારી હૈ.

૨૦૧૯ મિશ્રી સે મીઠે નંદલાલ કે બોલ,  જલવૃક્ષ કા જતન ઔર સ્વચ્છતા સબ સે અનમોલ.

૨૦૨૦ સ્વસ્થ, સ્વનિર્ભર ઔર સુરક્ષિત ભારત કા સપના,  જબ કૃષ્ણમય હોગા પુરા ભારત અપના.

-: સંકલન :-

ડો. અનિલ દશાણી

(11:33 am IST)