Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

ડિટેકિટવ એજન્સી પાસે તપાસ કરાવીને ફ્રીમાં ગાય આપે છે ગૌશાળા

અત્યાર સુધી ૩ર ગાયનું દાન કરી ચૂકી છેઃ તપાસનો હેતુ ગાયને કોઇ નુકશાન ન પહોંચે તે છે

નવી દિલ્હી તા. ૧૩: રાજધાનીના મયૂરવિહાર ફેઝ-૧માં આવેલી ગૌશાળા લોકોને નિઃશુલ્ક ગાય દત્તક આપે છે. આ ગૌશાળા અહીંના રાધાકૃષ્ણ મંદિરમાં આવેલી છે. ગૌશાળાના મહંત બાબા મંગલદાસ ૧ર વર્ષથી એક ચળવળ ચલાવી રહ્યા છે. તે ખુદ ગાયોનું સંરક્ષણ કરે છે અને તેમની ખાણીપીણી પર ધ્યાન રાખે છે.

ખાસ વાત એ છે કે જે વ્યકિત ગાયને દત્તક લેવાની ઇચ્છા વ્યકત કરે છે તેની તપાસ તેઓ પ્રાઇવેટ ડિટેકિટવ પાસે કરાવે છે. તપાસ દરમિયાન જોવામાં આવે છે કે તે વ્યકિત ગાય અને અન્ય પશુઓ પ્રત્યે પ્રેમ ધરાવે છે કે નહીશ્રં, તેની પાસે પાલનપોષણ માટે સમય છે કે નહીં? તપાસ બાદ આવેદન સાથે બોન્ડ ભરાવાય છે કે ગાયની બીમારી અને મૃત્યુની અવસ્થામાં તે ગૌશાળાને સુચના આપશે.

બાબા મંગલદાસે જણાવ્યું કે સમગ્ર કાર્યવાહીનો હેતુ એ છે કે ગાય યોગ્ય વ્યકિત સુધી પહોંચે. અત્યાર સુધી ૩ર લોકો અહીંથી ગાયને દત્તક લઇ ચૂકયા છે. આ ગૌશાળા ગ્રેટર નોઇડાના સેકટર-૧૪૬માં છે. બંને જગ્યાએ હાલમાં કુલી ૩૧૦૦ ગાય છે. જો કોઇ વ્યકિત ગાયને દત્તક લેવા ઇચ્છે છે તો તેણે ગૌશાળામાં જઇને પોતાનો પાસપોર્ટ અને આધારકાર્ડની કોપી જમા કરાવવી પડે છે. વસુંધરા અને પટપટગંજની સોસાયટીઓ પાસેથી ગાયનું ઘાસ અને દાન મળે છે. સોસાયટીઓમાં ઘણી જગ્યાએ ડ્રમ રાખેલાં છે. લોકો તેમાં ભોજન નાખે છે. ચાર ઇ-રિક્ષા પર ડ્રમમાં નખાયેલાં રોટી-ગોળ અને લોટ એકત્ર કરાય છે.

ગાયને રોજ લીલુ ઘાસ, ભૂસુ, સોડા, ધાણા, મોટી ઇલાયચી અને અજમો આપવામાં આવે છે. બાબાએ જણાવ્યું કે ગાયઅ ને વાછરડાં પર રોજનો પ૦ હજાર રૂપિયા ખર્ચ થાય છે. બાબા મંગલદાસે જણાવ્યું કે, તેમની પાસે ૩ર જાતની ગાય છે, તેમાં મૃગનયની, મયૂરપંખી, બાગલા, દેવલી, મેવાતી, શ્યામા, હરિયાણવી, સહિવાલ, મન્સૂરી, અમૃતમહાલ પણ છે. કેટલીક પ્રજાતિ તો એવી છે, જે ખૂબ જ ઓછી બચી છે. ગોશાળામાં ગાયનું બ્રીડિંગ કરાવાય છે.

(4:10 pm IST)