Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

ઉન્નાવ દુષ્કર્મ પિડીતાની સાથેનો કાર અકસ્માત એ કાવત્રું કે એકસીડન્ટ ? એફએસએલમાં નાર્કો ટેસ્ટ કાર્યવાહી શરૂ

ટ્રક ડ્રાઇવર-કિલનરનો બ્રેઇન ફિંગર પ્રિન્ટ-નારકો ટેસ્ટ શરૂ થયો... : ધારાસભ્ય કુલદીપ સેંગરને પણ ગુજરાત લવાય તેવી સંભાવના

રાજકોટઃ ઉત્ત્।ર પ્રદેશના ઉન્નાવમાં દુષ્કર્મ કેસમાં ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર જેલમાં છે. દુષ્કર્મ ની પીડિતા   તેના કાકા અને વકીલ સાથે જતી હતી ત્યારે ટ્રક અકસ્માતમાં બંનેને ગંભીર ઈજા થઈ હતી. આ અકસ્માત અંગે ધારાસભ્ય સામે આંગળી ચીંધાઇ રહી છે ત્યારે ખરેખર આ અકસ્માત હતો કે પીડિતાને મારી નાખવા નો પ્રયાસ હતો તે જાણવા ટ્રક ચાલક અને કલીનરના બ્રેઈન ફિંગર પ્રિન્ટ ટેસ્ટ અને નાર્કો ટેસ્ટ માટે ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી માં લાવવામાં આવ્યા છે. આ બંને ટેસ્ટ આજે તા.૧૩ના રોજ શરૂ થઇ રહ્યા છે.  આ અકસ્માત હતો કે કાવતરું હતું ? તે સત્ય બહાર લાવવા ટ્રક ડ્રાઈવર અને કલીનરનો બેઈન ફિંગર પ્રિન્ટ ટેસ્ટ અને નાર્કો ટેસ્ટ કરવાનું નક્કી થયું હતું. જે ના ભાગરૂપે સીબીઆઈની ટીમ ગઈકાલે બંને આરોપીને ગાંધીનગર લાવી હતી.

 આ બંને ટેસ્ટ દરમિયાન જેની સામે આક્ષેપ હોય તે  કશું છુપાવતા હોય, સાચું બોલતા ન   હોય તો તે બહાર આવી શકે છે. બંને  ટેસ્ટ  શરૂ થયા છે.બંને  ટેસ્ટમાં ત્રણ દિવસથી માંડીને પાંચ દિવસ સુધી નો સમય લાગી શકે છે.   દરમિયાન  ઉન્નાવ દુષ્કર્મ કેસના મુખ્ય આરોપી ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગરને પણ બ્રેઇન મેપિંગ અને નાર્કો ટેસ્ટ માટે ગાંધીનગર એફએસએલ ખાતે લાવવામાં આવે તેવી શકયતા છે. હજુ કશું સત્ત્।ાવાર નક્કી નથી પરંતુ આવી ચર્ચા વહેતી થઈ છે. ગાંધીનગર એફએસએલની ગણના દેશની શ્રેષ્ઠ ફોરેન્સિક લેબોરેટરી તરીકે થાય છે. નિઠારીકાંડ, સુનંદા પુષ્કરના ફોનની તપાસ સહિતના કેસોની તપાસ અહીં કરવામાં આવી હતી. 

(3:44 pm IST)