Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

દિલ્હી ફરતુ અભૂતપૂર્વ સુરક્ષાચક્ર

ગુરૂવારે સ્વતંત્રતા દિવસ પૂર્વે એર સર્વેલન્સ સાથે લાલ કિલ્લા ફરતે અભેદ્ય સુરક્ષા

નવી દિલ્હી : ગુરૂવારે રાજધાનીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી શાંતિથી પાર પડે એ માટે દિલ્હી પોલીસે સુરક્ષાની મોટા પાયે વ્યવસ્થા કરી છે. રાજધાનીમાં સુરક્ષાનું અભેદ કવચ બિછાવી દેવામાં આવ્યું છે. સ્થાનિક પોલીસ, નેશનલ સિકયુરિટી ગાર્ડસ, આર્મી અને એસપીજી કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. એર સર્વેલન્સ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. લાલ કિલ્લાની ફરતે દિલ્હી પોલીસના હજારો જવાનો ઉપરાંત અર્ધ લશ્કરી દળો તહેનાત કરવામાં આવ્યા છે.

લાલ કિલ્લાની આસપાસ સેંકડો સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે. આ વિસ્તારમાં બિલ્ડીંગની છત પર રાઇફલો ધરાવતા જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. સિવેજ લાઈનો અને કારમાં બેસીને આતંકી હુમલો કરે એવું ઇન્ટેલિજન્સ એજન્સીએ એલર્ટ આપ્યું હોવાથી લાલ કિલ્લાની આસપાસની બિલ્ડિંગ, મારકેટો, સીવેજ લાઇનો અને મેનહોલને ગુરૂવાર પહેલા સીલ કરી દેવામાં આવશે. તમામ એન્ટ્રી પોઇન્ટ પર ચેક અપ પોઇન્ટ અને ડોર ફ્રેમ મેટલ ડિટેકટર લગાવી દેવામાં આવ્યા છે. ફેસિયલ રેકગ્નીશન કેમેરા પણ લગાવવામાં આવ્યા છે જેથી શકમંદની ઓળખ થઈ શકે.

(3:32 pm IST)