Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

બદરૂદ્દીન તૈયબજી : મુંબઈ હાઈકોર્ટમાં બેરીસ્ટરની પ્રેકટીસ કરનાર પ્રથમ ભારતીય હતા

બદરુદ્દીન તૈયબજી...... (૧૦ ઓકટોબર ૧૮૪૪ થી ૧૯ ઓગસ્ટ ૧૯૦૬) પોતે બ્રીટીશ ઇંડીયા વખતના એક ખ્યાતનામ વકીલ, ચળવળકાર અને રાજકારણી હતા. તૈયબજી, મુંબઈ હાઇકોર્ટમાં બેરીસ્ટર તરીકે પ્રેકટીસ કરનાર પ્રથમ ભારતીય હતા. અને એમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ત્રીજા પ્રમુખ તરીકે  સેવા આપી હતી.તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મુસ્લીમ પ્રમુખ હતા.

પૂર્વજીવન :- પશ્ચાદ્ ભૂમિકા—તૈયબજી ૧૦  ઓકટોબર ૧૮૪૪માં બ્રીટીશ ઈન્ડીયાની મુંબઈ પ્રેસીડેંસીના ભાગ એવા મુંબઈમાં જન્મ્યા હતા. તેઓ મુલ્લા તૈયબઅલી ભાઇમીયાં સુલેમાની વ્હોરા જમાતના  સભ્ય હતા. અને જુના ખંભાતના વસાહતી આરબ ખાનદાનના હતા.

   એમના પિતાજીએ એમના સાતેય દીકરાઓને ઉચ્ચ અભ્યાસ માટે લંડન મોકલી દીધા હતા. એ સમયે અંગ્રેજી શિક્ષણને ભારતીય મુસ્લિમોમાં અસ્પૃશ્ય ગણાતું હતું. એમના મોટાભાઇ કમરૂદ્દીન પોતે ઇંગ્લેંડ અને વેલ્સમાં પ્રવેશ મેળવનાર પ્રથમ ભારતીય સોલીસીટર હતા. અને પંદર વર્ષના બદરૂદ્દીન ને એમણે જ વકીલાત માટે પ્રેરિત કર્યા હતા.

શિક્ષણ;-    દાદા મખરાની મદરેસા માં ઉર્દુ અને ફારસી ભાષા શીખ્યા બાદ એમણે મુંબઈમાં એલ્ફીસ્ટન સંસ્થા (હાલમાં એલ્ફીસ્ટન કોલેજ)માં પ્રવેશ મેળવ્યો. ૧૬ વર્ષની ઉંમરે તેઓ લંડનમાં ન્યુબરી હાઇડજ પાર્કની કોલેજમાં જોડાયા. દરમ્યાન એમના પિતાજીએ લોર્ડ એલનબરો –રીટાયર્ડ ગવર્નર જનરલ ઓફ ઈન્ડિયાનો ઓળખપત્ર આપ્યો. અને એ પછી એમણે યુનિવર્સિટી ઓફ લંડનમાં ૧૮૬૩ માં પ્રવેશ લીધો. પછીથી એમની આંખની દ્ર્ષ્ટિમાં તકલીફ થવાથી ૧૮૬૪ પછી એ ભારત પરત આવ્યા. પરંતુ એમણે પાછળથી ૧૮૬૫માં મીડલ ટેમ્પલમાં પ્રવેશ લીધો અને  એપ્રિલ ૧૮૬૭માં બેરીસ્ટર બન્યા.

કારકીર્દી :- ભારત ખાતે પરત ફરીને ૧૮૬૭માં એ બેરીસ્ટર તરીકે ઓળખાયા. ૧૮૭૩માં મુંબઈ મહાપાલિકામાં કોર્પોરેટર થયા. ઇ.સ. ૧૮૭૫ થી ૧૯૦૫ દરમ્યાન મુમ્બઈ યુનિ.ના સેનેટ સભ્ય રહ્યા. ૧૮૮૨ માં મુંબઈ લેજીસ્લેટીવ કાઉંસીલ્ માં નિમાયા. અને ૧૮૮૬માં ફિરોઝશાહ મહેતા અને કાશીનાથ ત્ર્યંબક તેલંગ સાથે  રાજીનામું પણ આપી દીધું. એમણે પછી૧૮૮૫માં બોમ્બે પ્રેસીડેંસી એસો.ની રચનામાં ભાગ લીધો, જે સંસ્થા ભારતીય પ્રજાના હિતોની રક્ષા માટે કાર્ય કરતી હતી. અને ૧૮૮૫ ની ઇંડીયન નેશનલ કોંગ્રેસની પ્રથમ બેઠકમાં સક્રીય ભાગ લીધો. જેમાં એમના મોટાભાઇ કમરુદ્દીન એ પણ ખૂબ ઊંડાણપૂર્વક કામગીરી કરી હતી. શ્રી તૈયબજીએ આ રીતે કાઙ્ખંગ્રેસનો પાયો મજબૂત કરવામાં  કાર્યરત રહીને દેશ સેવાનાં ઘણાં ઉત્ત્।મ કામો કર્યાં.  સાથે સાથે ઇસ્લામ કલબની સ્થાપના ઇસ્લામી જીમખાનાના વિકાસમાં પણ એમનું જ પ્રદાન છે. કેટલાક ટીકાકારોએ જયારે એલાન આપ્યું કે, મુસ્લિમોએ કોંગ્રેસનો બહિષ્કાર કરવો જોઇએ ત્યારે એમણે એ તમામ કોમવાદી, ભાગલાવાદી અને પૂર્વગ્રહયુકત  પરિબળો નો સતત સંપર્ક કર્યો અને ફરીથી એ બધાને કોંગ્રેસમાં પરત લાવ્યા.તૈયબજીએ ૧૮૮૮નીઅલ્હાબાદ કોંગ્રેસના અધિવેશનમાં ઠરાવ નં. આઠ રજુ કર્યો કે જેમાં જણાવ્યા પ્રમાણે વિષય  નિર્ણય સમિતિ એવો કોઇ પણ વિષય ચર્ચામાં નહિ મૂકી શકે કે જેમાં હિન્દુ કે મુસ્લિમ એવો ઉલ્લેખ હોય. અને એવો નિર્ણય કે ઠરાવ નહિ થાય જેમાં બન્ને પક્ષો સંમત ન હોય.

(2:18 pm IST)