Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

હવે આધાર કાર્ડનો ઉપયોગ કરીને બુક કરાવી શકો છો ૧૦થી વધારે ટ્રેન ટિકિટ

ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો માટે સારા સમાચાર છે. હવે આધાર કાર્ડથી ટ્રેનની મુસાફરી કરવી સરળ બની જશે

નવી દિલ્હી, તા.૧૩: ટ્રેન માં મુસાફરી કરનારા લોકો માટે સારા સમાચાર છે. હવે આધાર કાર્ડ (આધારકાર્ડ)થી ટ્રેનની મુસાફરી કરવી સરળ બની જશે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) ટ્રેન ટિકિટ બુકિંગ કરવા માટે આધાર વેરિફિકેશન કરવા પર ૧૨ ટિકિટ બુક કરવાની સુવિધા આપે છે. ઉલ્લેખનીય છે કે ટિકિટ બુક કરવા માટે આધાર ફરજિયાત નથી. પરંતુ આધારકાર્ડ વગર તમે મહિને ફકત છ ટિકિટ જ બુક કરાવી શકો છો.

IRCTC સાથે પોતાનું આધાર કાર્ડ લિંક કરવા માટે યૂઝરે પોતાના IRCTC એકાઉન્ટમાં જવું પડશે.

જે બાદમાં માય પ્રોફાઇલમાં જઈને અપડેટ આધાર પર કિલક કરવી પડશે. જે બાદમાં આધાર કાર્ડ સાથે લિંક હોય તે મોબાઇલમાં એક OTP આવશે. આ ઓટીપીને IRCTCનેએપ કે વેબસાઇટ લિંકમાં દાખલ કરવાનો રહેશે. આવી રીતે તમારું આધાર કાર્ડ IRCTC એકાઉન્ટ સાથે લિંક થઈ જશે. જે બાદમાં તમે એક મહિનામાં ૧૨ ટિકિટ બુક કરાવી શકશો.

તત્કાલ ટિકિટ પ્રવાસના એક દિવસ પહેલા બુક કરાવી શકાય છે. એસી કલાસ માટે તત્કાલ ટિકિટનું બુકિંગ સવારે ૧૦ વાગ્યાથી કરી શકાય છે. જયારે નોની એસી કલાસ માટે તત્કાલ ટિકિટનું બુકિંગ સવારે ૧૧ વાગ્યે કરાવી શકાય છે.

નોંધનીય છે કે જો તમારી પાસે કન્ફર્મ તત્કાલ ટિકિટ છે તો તેને કેન્સલ કરવા પર કોઈ રિફંડ નહીં મળે. જો તમારી પાસે તત્કાલની RAC અથવા વેઇટિંગ ટિકિટ છે તો શેડ્યૂલ ડિપાર્ચરની ૩૦ મિનિટ પહેલા કેન્સલ કરશો તો રિફંડ મળશે.

રેલવેએ તત્કાલ ટિકિટ અંતર્ગત સ્લીપર કલાસ માટે ટ્રેન ટિકિટ બુક કરવા માટે ઓછામાં ઓછા રૂ. ૧૦૦ અને વધુમાં વધુ રૂ. ૨૦૦ ચાર્જ નક્કી કર્યો છે. એસી ચેર કાર ટિકિટ માટે ભારતીય રેલવે તરફથી ૧૨૫-૨૨૫ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. તમે તત્કાલ ટિકિટનું બુકિંગ IRCTCની વેબસાઇટ https://www.irctc.co.in અથવા રિઝર્વેશન કાઉન્ટર પર જઈને કરી શકો છો.(૨૩.૪)

(11:35 am IST)