Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

પાક. એકલુ અટુલુઃ અંતે સ્વીકાર્યુ વિશ્વ અમારી સાથે નથી

કલમ ૩૭૦ મામલો આંતરરાષ્ટ્રીય મંચો ઉપર ઉઠાવવાના અનેક ધમપછાડા કર્યા પણ કોઇએ દાદ ન દીધીઃ ચોતરફ પછડાટ ખાધા બાદ અત્યારે અકકલ ઠેકાણે આવીઃ ભારત પાસે ૧ અબજ ડોલરનું બજાર છેઃ બધા દેશોને પોતાના હિત સમાયેલા છેઃ યુનો પણ સાથે નથીઃ વિદેશમંત્રી કુરેશી

ઇસ્લામાબાદ, તા.૧૩: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવાયા બાદ ખળભળી ઉકેલ પાકિસ્તાની આવા મુદાને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવવાના ધમપછાડા કર્યા પણ વિશ્વના કોઇ દેશે તેને મહત્વ આપ્યુ નથી. દરેક મોરચે પછડાટ ખાધા બાદ હવે તેની અકકલ ઠેકાણે આવી છે. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ ખુદ સ્વીકાર્યુ છે કે, કાશ્મીર મુદે કોઇ દેશ તેની સાથે આવવા તૈયાર નથી. પીઓકેના મુઝફરાબાદમાં પત્રકારો સાથે વાતચીત કરતાં કુરેશીએ કહ્યું હતું કે યુનોમાં પણ અમને સમર્થન મળવું મુશ્કેલ છે તેમણે કહ્યું હતુ કે પાકિસ્તાની અને કાશ્મીરીઓએ જાણવું જોઇએ કે કોઇ તમારૂ નથી. આપણે મુર્ખાઓના સ્વર્ગમાં રહેવું ન જોઇએ, તમારે સંઘર્ષ કરવો પડશે.

બકરીઈદ પ્રસંગે, પાક વિદેશ પ્રધાન શાહ મહમુદ સોમવારે પાકના કબજા હેઠળના કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદ ગયા હતા અને સ્થાનિક લોકો સાથે નમાઝ અદા કરી હતી. અને બકરી ઈદની ઉજવણી કરી હતી. આ પ્રસંગે, તેમણે એક સંયુકત પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી, જેમાં તેમણે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, 'જુઓ, તમે જાણો છો કે સતાઓને તેમની સાથે પોતાના હિતો છે. મેં તમને હાવભાવમાં પહેલેથી જ કહ્યું હતું કે ૧ અબજનું ડોલરનું ભારતમાં બઝાર છે.

પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમુદે કહ્યું, 'જોકે આપણે હુમ્મા અને ઇસ્લામ વિશે વાત કરીએ છીએ, પરંતુ તેઓએ ત્યાં ઘણું રોકાણ કર્યું છે અને તેમના પોતાના ફાયદા છે.'

તેમણે કહ્યું, સંયુકત રાષ્ટ્રમાં કોઈ પણ અમારી સાથે ઉભું નથી, આપણે તેના માટે લડવું પડશે. સુરક્ષા પરિષદના ૫ કાયમી સભ્યોમાંથી કોઇ પણ અમારી વિરુદ્ઘ જઈ શકે છે.પાકિસ્તાન માટે આગળ જતા માર્ગને મુશ્કેલ ગણાવતા શાહ મહમૂદે કહ્યું કે, લાગણી ખૂબ જ સરળ છે, હું બે મિનિટ લઈશ. હું ૩૫-૩૬ વર્ષથી રાજકારણ કરું છું, આ મારા માટે ડાબા હાથનું કામ છે. ભાવના વ્યકત કરવી સરળ છે અને વાંધા વ્યકત કરવામાં સરળ છે. પરંતુ આ મુદ્દાને આગળ વધારવો મુશ્કેલ છે.

(11:29 am IST)