Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

કાશ્મીર કલમ ૩૭૦

જયશંકરે ચીનને ગળે ઘુંટડો ઉતારી દીધો

એવો તર્ક આપ્યો કે ચીનની બોલતી બંધ

બીજીંગ, તા.૧૩: જમ્મુ-કાશ્મીર પર ભારત દ્વારા લેવામાં આવેલા ઐતિહાસિક નિર્ણયની વચ્ચે વિદેશ મંત્રી એસ.જયશંકરે ચીની વિદેશ મંત્રી વાંગ લીની સાથે સોમવારના રોજ બેઇજીંગમાં મુલાકાત કરી. ભારતના નિર્ણયથી ગિન્નાયેલા પાકિસ્તાને દુનિયાના કેટલાંય દેશો સામે મદદ માંગી, તેમાં ચીન પણ સામેલ હતું. બંને વિદેશ મંત્રીઓની વચ્ચે આ મુલાકાતમાં કાશ્મીરનો મુદ્દો પણ ઉઠ્યો, પરંતુ વિદેશ મંત્રી એસ.જયશંકરે ચીનને કેટલાંક એવા તર્ક આપ્યા કે ચીન આગળ કંઇ બોલી જ ના શકયું.

જયારે બંનેની મુલાકાતમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવા અને રાજયનું પુનર્ગઠન કરવાનો મામલો સામે આવ્યો તો વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું કે ભારતે જે નિર્ણય લીધો છે તે તેના સંવિધાનની અંતર્ગત છે અને તેનાથી ના તો પાકિસ્તાનની સરહદ પર કોઇ અસર થાય છે અને ના તો ચીનને.

ચીને ભારતની સામે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવાના નિર્ણય પર પ્રશ્ન ઉભો કર્યો તો અને કહ્યું હતું કે આનાથી ક્ષેત્રીય અખંડત પર અસર પડી શકે છે.

સંયુકત પત્રકાર પરિષદમાં વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું વાતચીત દરમ્યાન અકસાઇ ચીનનો મુદ્દો પણ ઉઠાવ્યો, ચીનને ચિંતા હતી કે કલમ ૩૭૦ના લીધે ભારત-ચીનની સરહદ પર અસર પડી શકે છે. પરંતુ તેમણે સ્પષ્ટતા કરી કે ભારતનો નિર્ણય આંતરરાષ્ટ્રીય સરહદ પર કેટલીક અસર પાડશે નહીં. આનાથી માત્ર ભારતની અંદર જ રાજયમાં અસર થશે. એસ.જયશંકરે આ વાત મૂકતા જ ચીન છાનુમાનું થઇને બેસી ગયું.

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીર પર નિર્ણય બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી પણ ચીન પહોંચ્યા હતા, પરંતુ ચીને આ મુદ્દા પર શાંતિનો રસ્તો જ અપનાવ્યો. ચીને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ભારતના નિર્ણય અંગે તેમને ખબર છે, તેઓ આશા વ્યકત કરે છે કે આનાથી ક્ષેત્રમાં શાંતિ બની રહેશે.

(11:30 am IST)