Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

મીકાનાં શોમાં દાઉદનો પરિવાર-ISIનાં ઓફિસરોની હાજરી

બોલીવુડના સ્ટાર ગાયક મીકા સિંહે કરાંચીમાં મુશર્રફનાં સગાને ત્યાં પરફોર્મન્સ આપતા વિવાદઃ મુશ્કેલી વધવાના એંધાણઃ કરાંચીમાં જ્યાં પ્રોગ્રામ આપ્યો તે સ્થળ અનીસ ઈબ્રાહીમ-છોટા શકિલનાં ઘર નજીક હતું: મિંયાદાદ સહિત સ્ટાર ક્રિકેટરોના પરિવારોને આમંત્રણ હતુ

નવી દિલ્હી, તા. ૧૩ :. જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવ્યા પછી ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તંગદિલી છે તેમ છતા બોલીવુડના ગાયક મીકા સિંહે પાકિસ્તાન જઈને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફના એક સગાને ત્યાં પરફોર્મન્સ આપવાથી લોકોમાં નારાજી છે. જો કે હવે આ આખી ઘટના સાથે જોડાયેલી વધુ એક ચોંકાવનારી માહિતી બહાર આવી છે. જણાવવામાં આવે છે કે મીકાના પરફોર્મન્સ દરમ્યાન પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈ.એસ.આઈ.ના ઉચ્ચ અધિકારીઓ અને ભારતના મોસ્ટ વોન્ટેડ દાઉદના પરિવારના સભ્યો પણ હાજર હતા.

ઉલ્લેખનીય છે કે જનરલ પરવેઝ મુશર્રફના સગા અસદે પોતાની દિકરી સેલીનાની મહેંદી રસમ પર 'મીકા સિંહ નાઈટ'નું આયોજન કર્યુ હતું. કાર્યક્રમનું આયોજન ડીફેન્સ હાઉસ ઓથોરીટીમાં કરાયું હતું. જે.ડી. કંપનીના સભ્ય અનીસ ઈબ્રાહીમ અને છોટા શકીલના કરાંચી સ્થિત નિવાસ સ્થાનથી બહુ દૂર નથી. દાઉદના સગા મિંયાદાદ સહિત સ્ટાર ક્રિકેટરોના પરિવાર પણ કાર્યક્રમમાં હાજર હતા.

કરાંચીના એક મુખ્ય અખબારના પત્રકાર અનુસાર ટીસ્યુ પેપર બનાવનાર અસદ વડાપ્રધાન ઈમરાન ખાન સાથે નજીકના સંબંધો ધરાવતા હોવાના કારણે મીકા સિંહ અને તેના ૧૪ સભ્યોના ગ્રુપને વીઝા અપાવવામાં સફળ થયા હતા. પત્રકારે જણાવ્યુ કે ઉચ્ચ નોકરીયાતો, સૈન્ય અને પોલીસના અધિકારીઓ અને મિંયાદાદ સહિત સ્ટાર ક્રિકેટરોના પરિવારને કાર્યક્રમમાં આમંત્રીત કરાયા હતા.

બન્ને દેશો વચ્ચે વધી રહેલી તંગદિલી દરમ્યાન મનોરંજનના આ કાર્યક્રમની ટીકા સરહદની બન્ને બાજુ થઈ રહી છે. પાકિસ્તાનના વિરોધ પક્ષ પીપલ્સ પાર્ટીના સૈયદ ખુર્શીદ શાહે કહ્યું કે સરકારે અવશ્ય તપાસ કરવી જોઈએ કે આવા કટોકટીના સમયે મીકા સિંહને પાકિસ્તાન પ્રવાસ કરવા માટે સુરક્ષા સંબંધી મંજુરી અને વીઝા કોણે આપ્યા ?

(11:30 am IST)
  • નિતિન ગડકરી સાથેના વિમાનને રન-વે ઉપરથી પાછું વાળ્યું: નાગપુરથી દિલ્હી જતી ઇન્ડિગો ૬ઇ ૬૩૬ નંબરની ફલાઇટ નાગપુરના રન-વે ઉપરથી પાછી વાળી લેવામાં આવેલ હતી. કોઇ ટેકનીકલ ક્ષતિ સર્જાયાનું કહેવાય છે. આ ફલાઇટમાં કેન્દ્રીય મંત્રી શ્રી નિતિન ગડકરી સહિત તમામ મુસાફરોને સહી સલામત ઉતારી લેવામાં આવેલ access_time 11:23 am IST

  • શેરબજારમાં બપોરે ભારે વેચવાલીઃ ૬૦૦થી વધુ પોઇન્ટનું ગાબડુઃ નીફટી ૧૯૦ પોઇન્ટ ડાઉન access_time 4:08 pm IST

  • હજયાત્રા પૂર્ણતાના આરેઃ શનિવારે સાઉદી અરેબીયાના માઉન્ટ અરાફાત પર શનિવારે રપ લાખ લોકો પહોંચ્યા access_time 3:48 pm IST