Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

કેરળમાં પૂરની સ્થિતિ વણસી :2,50 લાખ લોકોનું સ્થળાંતર

વાયનાડ સહીત અનેક જિલ્લા જળબંબોળ :અનેક માર્ગો પાણીમાં ગરકાવ :શાળાકોલેજો બંધ રાખવા આદેશ

કેરળમાં ભારે વરસાદ અને પૂરના કારણે રાજ્યની સ્થિતિ વણસી છે કેરળના વાયનાડમાં પૂરના કારણે સ્થિતિ વધારે ખરાબ થઇ છે વાયનાડ સિવાય એર્નાકુલમ, ત્રિશૂર, પઠાનમથિટ્ટા અને મલપ્પુરમ જિલ્લામાં પૂરના પાણી ઘુસ્યા છે. પૂરના પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા છે. જનજીવન પર માઠીઅસર પહોંચી છે .

રાજ્યમાં ૨.૫૦ લાખ લોકોને સાલમત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પૂરગ્રસ્ત લોકો માટે રાજ્યમાં રાહત કેમ્પ પણ શરૂ કરવામાં આવ્યા છે.  પૂરની સ્થિતને જોતા રાજ્યમાં ૧૩મી તારીખ સુધી શાળા-કોલેજ પણ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

કેરળમાં મલપ્પુરમ અને કોઝીકોડને જોડતી મુખ્ય સડક પાણીમાં ગરકાવ થઈ છે. જેની સીધી અસર વાહન વ્યવહારને થઈ છે.

(10:06 am IST)