Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

હોંગકોંગમાં લોકશાહીના સમર્થનમાં એરપોર્ટમાં વિરોધ પ્રદર્શનઃ ૩ હજાર ગુજરાતીઓ ફસાયા

પ્રદર્શનકારીઓ એરપોર્ટ ટર્મીનલની અંદર ઘુસ્યાઃ તમામ ફલાઈટો રદ્દ

અમદાવાદ,તા.૧૩: હોંગકોગ એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગની અંદર લોકશાહીના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરતુ લોકોનું ટોળુ ઘુસી જતા  એરપોર્ટ ઓથોરીટીએ સલામતીના કારણોસર તમામ ફલાઈટો સસ્પેન્ડ કરી દીધી છે. ફલાઈટો સસ્પેન્ડ કરવાના પગલે ગુજરાતમાંથી હોંગકોગ ગયેલા ૩ હજાર જેટલા પેસેન્જરોને પરત ફરવુ પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. ચાઈના વોરના કારણે ચાઈના તરફ જતી ફલાઈટોના પેસેન્જરોને મુશ્કેલીઓ પડી હતી. ત્યારબાદ યુકેમાં હિથ્રો એરપોર્ટમાં ઈલેકટ્રીકસીટી ડુલ થઈ જતાં ફલાઈટોના ઓપરેશન અટકી પડયા હતા. હવે હોંગકોગ એરપોર્ટ પર એરાઈવલ અને ડિપાર્ચર બંધ કરી દેવાતા એકપણ ફલાઈટનું લેન્ડીંગ થઈ શકયુ નહતુ જેના કારણે દેશના જ નહિ ગુજરાતના પેસેન્જરો અટવાઈ પડયા છે.

અમદાવાદના એરપોર્ટ પરથી ડોમેસ્ટીક એરલાઈન્સની ફલાઈટોમાં ચેન્નાઈ, મુંબઈ અને દિલ્હી થઈને હોંગકોગની કનેકટીવીટી મળી શકે છે. ડોમેસ્ટીક ફલાઈટોમાં મુંબઈ અને દિલ્હી ગયેલ ઈન્ટરનેશનલ પેસેન્જરો અટવાઈ પડયા છે. અમદાવાદથી રોજબરોજ એરઈન્ડિયાની ફલાઈટના પેસેન્જરો હવે આવતીકાલે અમદાવાદ પરત આવશે.

મુંબઈથી કેથે પેસિફિક એરલાઈન્સની ફલાઈટમાં હોંગકોગ જવા નિકળેલા પેસેન્જરો મુંબઈથી અમદાવાદ પરત આવે તેવી માહિતી જાણવા મળી છે.

(3:31 pm IST)