Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

અયોધ્યામાં શ્રી રામચંદ્ર એરપોર્ટ માટે બે અબજ મંજુર

એરપોર્ટ માટે 6,40,અબજની યોજના :177 એકર જમીન ઉપલબ્ધ બાકીની 287 એકર જમીનનું સંપાદન બાકી

લખનૌ : રાજ્ય સરકારે અયોધ્યામાં સૂચિત શ્રી રામચંદ્ર એરપોર્ટ માટે બે અબજ રૂપિયા મંજુર કર્યા છે. નાગરિક ઉડ્ડયન વિભાગે જમીન સંપાદન માટે આ રકમ બહાર પાડી છે.

અયોધ્યાના એરપોર્ટ માટે 6 અબજ 40 કરોડ 26 લાખ 96 હજાર 501 ની યોજના પ્રસ્તાવિત છે. રાજ્ય સરકારે 5 માર્ચ 2019 ના રોજ પ્રથમ હપ્તા તરીકે બે કરોડ રૂપિયા બહાર પાડ્યા.હતા

વિભાગના ડાયરેક્ટર સૂર્યપાલ ગંગવારે જમીન સંપાદન માટેના બીજા હપતા તરીકે બે અબજ રૂપિયા બહાર પાડ્યા છે. અયોધ્યામાં સૂચિત એરપોર્ટ 464 એકર જમીન પર બનાવવામાં આવશે.

હાલની એરસ્ટ્રીપ પર 177 એકર જમીન ઉપલબ્ધ છે. બાકીની 287 એકર જમીન સંપાદન કરવાની છે.

(12:00 am IST)