Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

RILની ૪૨મી AGMની ૫ મોટી વાતો

દેશની સૌથી વધારે નફો કરતી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ૪૨મી AGMની પાંચ મોટી જાહેરાત કરવામાં આવી

મુંબઇ, તા.૧૨: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ૪૨મી AGM (એન્યુઅલ જનરલ મીટિંગ)માં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યુ કે ગત નાણાકીય વર્ષમાં કંપનીએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. ગત વર્ષે પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી વધારે કમાણી કરતી કંપની રહી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે ત્રણ ગ્રોથ એન્જીન છે, જેમાં ઓઇલ, રિટેલ અને Jio ને સમાવેશ થાય છે. રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ Jio એ સારા પ્રદર્શનથી ટીકાકારોને ખોટા સાબિત કર્યા છે. મુકેશ અંબાણીએ ભાર આપતા કહ્યું કે નોંધણી થતાં જ રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ જિયો ટોપ ટેનમાં સ્થાન મેળવશે.

૧) દેશની સૌથી મોટી FDI ડીલઃ મુકેશ અંબાણીનું કહેવું છે કે Oil-to-Chem bizમાં Saudi Aramco પણ રોકાણ કરશે. જેમાં Saudi Aramcંની ૨૦% ભાગીદારી રહેશે. મુકેશ અંબાણીએ કહ્યું કે હાલ અર્થવ્યવસ્થામાં દેખાતી મંદી અસ્થાયી છે.

૨ ) જિયો વિશ્વની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની બનીઃ જિયો અંગે જણાવતા મુકેશ અંબાણીએ કહ્યુ કે જિયો સાથે દર મહિને એક કરોડ નવા ગ્રાહકો જોડાઈ રહ્યા છે. આવી રીતે જિયો દેશની પ્રથમ અને વિશ્વની બીજા નંબરની સૌથી મોટી ઓપરેટર બની છે. જિયોમાં રોકાણનું કામ પૂર્ણ થઈ ગયું છે. જિયોની ક્ષમતાના વિસ્તાર માટે નાનાપાયે રોકાણ ચાલુ રહેશે.

૩) Reliance Jio GigaFiber : મુકેશ અંબાણીએ જણાવ્યું કે Jio GigaFiber આગામી પાંચમી સપ્ટેમ્બર, ૨૦૧૯દ્ગક્ન રોજ શરૂ થશે. પાંચમી સપ્ટેમ્બરના રોજ જ જિયોનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. એટલે કે ત્રીજી એનિવર્સરી પર કંપની જિયો ગીગાફાઇબર લોંચ કરશે. જો તમે જિયો ગીગાફાઇબર કનેકશન લેવા માંગો છો તો તમારે કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરવું પડશે. તમારે તમારા દ્યર કે ઓફિસનું સરનામું, ઇમેઇલ, ફોન વગેરે વિગતો આપવી પડશે. જે બાદમાં તમને એક OTP મોકલવામાં આવશે. રજીસ્ટ્રેશન અંગે વેરિફિકેશન થયા બાદ તમે તેની સેવા લઈ શકશો. રિલાયન્સ ગીગા ફાઇબરમાં ૧૦૦ પ્ણુષ્ટસ્ન થી લઈને ૧ઞ્ણુષ્ટસ્ન સુધી સ્પીડ ઉપલબ્ધ હશે.

૪) MSMEs કલાઉડ કનેકિટંગ ૅં મુકેશ અંબાણીએ વધુમાં કહ્યુ કે Jio GigaFiberથી MSMEs કલાઉડ કનેકિટવિટી આપીશું. Jio GigaFiberથી ૨૪ લાખ નાના વેપારીઓને મદદ મળશે. GigaFiber થી Biz, Entને જોડવામાં આવશે. ૩૪ કરોડથી વધારે ગ્રાહકો સાથે Jio દેશનું સૌથી મોટું નેટવર્ક બન્યું છે. Microsoft સાથે Jio આખા દેશમાં ડેટા સેન્ટર શરૂ કરશે, જે માટે Jio અને Microsoft વચ્ચે કરાર થશે. Jio દેશમાં બ્લોકચેન ટેકનોલોજી ઉપલબ્ધ કરાવશે. કંપની દ્વારા ૧૪ ટેકનોલોજી સ્ટાર્ટઅપમાં રોકાણ ચાલુ છે. Jio Fiber થી Cloud Investment મફત મળશે. સ્ટાર્ટઅપને Cloud Investment મફત મળશે. MSMEs માટે Jio Fiberનો રૂ.૧૫૦૦નો પ્લાન આપવામાં આવશે. સ્ટાર્ટઅપ માટે Computing-Connectivity સેવા પહેલી જાન્યુઆરીથી શરૂ થશે.

૫) RIL રિટેલે દેશમાં રિટેલે ક્રાંતિ લાવીઃ મુકેશ અંબાણીનું કહેવું છે કે RIL રિટેલ દેશમાં રિટેલ ક્રાંતિ લાવ્યું છે. RIL રિટેલ પાસે દર કલાકે ૧ લાખ ગ્રાહક છે. RIL રિટેલે દરરોજ આઠ નવા સ્ટોર ખોલ્યા છે. RIL રિટેલમાં ૧.૩૦ લાખનું ટર્નઓવર છે. RIL રિટેલે ૨૪ સેકન્ડમાં એક ટીવી વેચ્યું છે. RIL રિટેલનું ટોપ ૨૦જ્રાક્નત્ન આવવું લક્ષ્ય છે. ટોપ ૧૦૦ ગ્લોબલ રિટેલર્સમાં RIL રિટેલ સામેલ છે. RIL ત્રણ કરોડ નાના રિટેલર્સ સાથે જોડાયેલું છે.

(3:55 pm IST)
  • નિતિન ગડકરી સાથેના વિમાનને રન-વે ઉપરથી પાછું વાળ્યું: નાગપુરથી દિલ્હી જતી ઇન્ડિગો ૬ઇ ૬૩૬ નંબરની ફલાઇટ નાગપુરના રન-વે ઉપરથી પાછી વાળી લેવામાં આવેલ હતી. કોઇ ટેકનીકલ ક્ષતિ સર્જાયાનું કહેવાય છે. આ ફલાઇટમાં કેન્દ્રીય મંત્રી શ્રી નિતિન ગડકરી સહિત તમામ મુસાફરોને સહી સલામત ઉતારી લેવામાં આવેલ access_time 11:23 am IST

  • કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની વધુ એક ચાલ : ટીવી ચેનલો પર વિશેષ કાર્યક્રમોનું પ્રસારણ નહીં થાય : પાકિસ્તાની ચેનલો પર પ્રસારિત થતા ઇદના વિશેષ કાર્યક્રમો પર પણ પ્રતિબંધ મૂકયો access_time 3:57 pm IST

  • પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા સમિતિઓને આવકવેરા વિભાગે નોટિસો ફટકારી ;તૃણમૂલ કોંગ્રેસે ધરણા શરુ કર્યા ;દુર્ગા પૂજા સમિતિઓને નોટિસ મોકલવાના વિરોધમાં તૃણમૂલ કોંગ્રેસ દ્વારા મધ્ય કોલકાતામાં આઠ કલાકના ધરણા access_time 1:10 am IST