Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

રિલાયન્સનું એલાન

૭૦૦માં મળશે jio Gigafiber વાર્ષિક પ્લાન પર ફ્રી LED TV

રિલિઝના દિવસે જ ટીવી પર જોઇ શકાશે નવી ફિલ્મ : પ સપ્ટેમ્બરે લોન્ચીંગઃ jio પોસ્ટપેઇડ પ્લસનું એલાનઃ મળશે લાઇફ ટાઇમ અનલિમિટેડ ફ્રી કોલીંગઃ સેટટોપ બોક્ષથી વિડિયો કોલિંગની સુવિધા : એજીએમને સંબોધન કરતા મુકેશ અંબાણી

નવી દિલ્હી, તા.૧૨:રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ૪૨મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ. જેમાં ચેરમેન મુકેશ અંબાણી દ્વારા અનેક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી. એજીએમમાં ચેરમેન મુકેશ અંબાણી ઉપરાંત નીતા અંબાણી. માતા કોકિલાબેન અંબાણી, ઇશા અંબાણી, આકાશ અંબાણી તેમજ તેમના પત્ની શ્લોકા પણ ઉપસ્થિત રહ્યા. રિલાયન્સની એજીએમને સંબોધિત કરતા મુકેશ અંબાણીએ કંપનીની ભવિષ્યની રૂપરેખા રજૂ કરી. સાથે જ કંપનીની પ્રગતિને ચિતાર રજૂ કર્યો.

આ પ્રસંગે મુકેશ અંબાણીએ અત્યાર સુધીના સૌથી મોટા વિદેશી રોકાણની પણ જાહેરાત કરી. રિલાયન્સ અને સાઉદી અરેબિયાની કંપની સાઉદી અરામ્કો વચ્ચે જોડાણ થયું છે. જે મુજબ રિલાયન્સના ઓઇલ અને કેમિકલ ડિવિઝનમાં સાઉદી અરામ્કો ૨૦ ટકાનું રોકાણ કરશે.

મુકેશ અંબાણીએ જીઓને સૌથી ઝડપથી વિકસીત કરતી કંપની ગણાવી. તેમણે કહ્યું કે ૩૪ કરોડ ગ્રાહકો સાથે જીઓ ભારતની પ્રથમ અને વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી કંપની બની ગઇ છે.

મુકેશ અંબાણીએ જીઓ ગીગાફાઇબરના વ્યાવસાયિક લોન્ચિંગની પણ જાહેરાત કરી. મુકેશ અંબાણીએ જણાવ્યું કે જીઓ ગીગાફાઇબર ૫ ડિસેમ્બરથી લોન્ચ થશે. અત્યાર સુધીમાં ૫ લાખ દ્યરો સુધી જીઓ ગીગાફાયબરને પહોંચાડવામાં આવ્યું છે. અને આગામી ૧૨ મહિનામાં સમગ્ર દેશને આવરી લેવામાં આવશે.

મુકેશ અંબાણીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૨૩ સુધી ભારતને ૫ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. પરંતુ મને વિશ્વાસ છે કે વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારત ૧૦ ટ્રિલીયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે.

રિલાયન્સ જીયો ગીગા ફાઇબરની રાહ અંતે ખત્મ થઇ ગયો છે. રિલાયન્સે આજે તેમની વાર્ષિક બેઠકમાં જીયો ગીગા ફાઇબરના લોન્ચનું એલાન કર્યુ છે. કંપની જીયો ગીગા ફાઇબરને જીયોનું ત્રીજું વર્ષ એટલે કે પ સપ્ટેમ્બરથી ઉપલબ્ધ કરાવશે. કંપની આ સર્વિસને શરૂઆતમાં ભારતના ૧૬૦૦ શહેરોમાં ઉપલબ્ધ કરાવશે. કંપનીને આશા છે કે જીયો ગીગા ફાઇબર ભારતના બ્રોડબેન્ડ સેકટરને સંપૂર્ણ રીતે બદલી નાખશે.

ગીગા ફાઇબરનું કનેકશન લેનાર સબસ્ક્રાઇબર્સને હાઇ સ્પીડ બ્રોડબેન્ડ ઉપરાંત લેન્ડલાઇન કોલિંગ, જીયો આઇપીટીવીની સાથે જ સ્માર્ટફોનનો અનુભવધરો કંપની છેલ્લા કેટલાક મહીનાથી દેશના શહેરોમાં તેનું ટેસ્ટિંગમ કરવામાં આવ્યું હતું. કેટલાક દિવસ પહેલા એક ઇવેન્ટમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ પણ કહ્યું હતું કે ગીગા ફાઇબરની ટ્રાયલ પૂરી થઇ ચુકી છે. અને હવે તે ભારતના પ કરોડ યુઝર્સને સ્માર્ટ હોમ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

જીયો ગીગા ફાઇબરની પ્લાનની કિંમત ૭૦૦ રૂપિયાથી ૧૦ હજાર વચ્ચે હશે. કંપની આ કિંમતની વચ્ચે અલગ-અલગ યુઝર્સ માટે અનેક પ્લાન ઓફર કરશે. જીયો ગીગા ફાઇબરના સૌથી ઓછી કિંમતવાળા પ્લાનમાં યુઝર્સને ૧૦૦ એમબીપીએલ સ્પીડ મળશે. બીજી બાજુ તેના પ્રીમીયર પેકમાં આ સ્પીડ ૧જીબીપીએસ સુધી રહેશે.

જીયો ગીગા ફાઇબર સબસ્ક્રાઇબર્સને હાઇસ્પીડ ઇન્ટરનેટની સાથે શાનદાર કોલિંગ  બેનિફિટ પણ મળશે. કંપનીએ આજે જણાવ્યુ કે ગીગાફાઇબર યુઝર્સને વોઇસ અથવા ડેટામાંથી કોઇ એકની જ ચુકવણી કરવી પડશે. ફિક્ષ લાઇન પર કંપની યુઝર્સને અનલિમિટેડ ફ્રી કોલિંગ આપશે.

તેની સાથે જ કંપનીએ ઇન્ટરનેશનલ કોલિંગ માટે એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. પ૦૦ રૂ.ના આ પ્લાનમાં યુએલ અને કેનેડા માટે અનલિમિટેડ ફ્રી કોલિંગ આપવામાં આવશે.

(3:06 pm IST)
  • પાલઘરમાં ધરતીકંપઃ મુંબઇઃ મહારાષ્ટ્રના પાલઘરમાં આજે વ્હેલી સવારે ૩.૨ નો હળવો ભૂકંપનો ઝાટકો આવ્યો છે access_time 11:25 am IST

  • અલગાવવાદી નેતાઓને ૧ વર્ષ સુધી 'અંદર' રહેવું પડે તેવી શકયતાઃ નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી ધરપકડ પામેલા અલગાવવાદી નેતાઓ વહેલી તકે છુટે તેવી શકયતા નથીઃ સંબંધિત અધિકારીઓનું માનીએ તો આ બધાને ૧ વર્ષ અંદર રહેવું પડશેઃ તંત્રએ છેલ્લા ૮ દિવસમાં ૭૦૦ લોકોની ધરપકડ કરી છે જેમાથી ૧૫૦ને દેશની વિવિધ જેલોમાં મોકલી દેવાયા છે જેમની ધરપકડ થઈ છે તેમાં ઉમર અબ્દુલ્લા, મહેબુબા મુફતી પણ સામેલ છેઃ જો કે મહેબુબાને હરિનિવાસ અને ઉમરને વન વિભાગના ગેસ્ટ હાઉસમાં રખાયા છે access_time 11:25 am IST

  • અરબી સમુદ્રમાં ૪ બોટો ડૂબી ગઈ : અન્ય ૨ બોટનો પત્તો નથી કોસ્ટગાર્ડે ૧૪ બોટો સહિત ૬૩ માછીમારોને બચાવી લીધાઃ તાજેતરના વરસાદી તાંડવ અને સમુદ્રના તોફાની પવનોના પગલે અરબી સમુદ્રમાં ૪ બોટો ડૂબી જતા ૬ માછીમારોના મોત થયા છે. જયારે અન્ય ૨ બોો લાપતા હોય ૯ માછીમારો અંગે ભારે ચિંતા સેવાઈ રહી છે. દરમિયાન ભારતીય કોસ્ટગાર્ડે ૧૪ બોટો સહિત ૬૩ માછીમારોને બચાવી લીધા છે access_time 11:24 am IST