Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

માત્ર સવા રૂપિયાનું કલંક ધોવા માટે 26 વર્ષ ન્યાય માટે જંગ ખેલીને સોહનલાલે નિર્દોષતા સાબિત કરી

કંડકટર તરીકે સવા રૂપિયો લઈને યાત્રીએ ટિકિટ નહીં આપવાનો આરોપ મુક્યો :62માં વર્ષે કલંકમાંથી મુક્તિ મેળવી

 

મુંબઈ : માત્ર સવા રૂપિયાનું કલંક ધોવા માટે જીવનના 26 વર્ષ સુધી ન્યાયની લડાઈ લડીને સોહનલાલ દ્વિવેદીએ પોતાને નિર્દોષ સાબિત કર્યા છે સોહનલાલે પોતાના પર લાગેલા માત્ર સવા રૂપિયાના દાગને ધોવા માટે એક વ્યક્તિએ એક અથવા બે નહી પરંતુ પૂરા 26 વર્ષ સુધી જંગ લડીને પોતાને નિર્દોષ સાબિત કર્યો હતો પોતાના જીવનના ખુબ જ કિંમતી વર્ષ 'સવા રૂપિયા'ના કલંકના કારણે બર્બાદ થયા પછી તેમને ઉંમરના 62માં વર્ષે કંલકથી મુક્તિ મેળવી છે.

    મામલો મહારાષ્ટ્રના સાંગલી કસ્બાનો છે. અહી રહેનાર 62 વર્ષીય મહાદેવ ખોત રાજ્ય પરિવહન બસમાં કંડક્ટર હતા. મહાદેવ ખોત પર એક યાત્રીએ સવા રૂપિયો લઈને ટીકિટ ના આપવાનો આરોપ લગાવ્યો હતો. તે પછી મહાદેવને નોકરીમાંથી નિકાળી દેવામાં આવ્યા હતા.
   સવા રૂપિયા માટે પોતાના ચરિત્ર પર લાગેલ દાગને ધોવા માટે મહાદેવે લડાઈ લડવાનો નિર્ણય કર્યો. લેબર કોર્ટથી શરૂ થયેલ લડાઈ હાઈકોર્ટ સુધી પહોંચી. હવે કોર્ટે તેમના હકમાં નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે રાજ્ય પરિવહનને તેમની બધા જ પગાર સાથે રિટાયરમેન્ટના બધા જ લાભ આપવાનો આદેશ આપ્યો છે.

(12:09 am IST)