Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

‘‘નવરાત્રિ ઉત્‍સવ'': અમેરિકામાં JCAMAના ઉપક્રમે સતત ૧૬મા વર્ષે ઉજવાનારા ઉત્‍સવની તડામાર તૈયારીઓ શરૂઃ ૧૨ તથા ૧૩ અને ૧૯ તથા ૨૦ ઓકટો.૨૦૧૮ના રોજ થનારી જાજરમાન ઉજવણીમાં તમામ માટે વિનામૂલ્‍યે પ્રવેશઃ દાતાઓ તથા સ્‍પોન્‍સરોને ૧૫ સપ્‍ટેં.૨૦૧૮ સુધીમાં જાહેરાત આપી જવા અનુરોધ

(દપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં ગોવિંદા સંસ્‍કાર સેન્‍ટર, જર્સી સીટી એશિઅન મર્ચન્‍ટ એશોશિએશન, તથા જર્નલ સ્‍કવેર રિસ્‍ટોરેશન કોર્પોરેશનના સંયુક્‍ત ઉપક્રમે આગામી ૧૨ તથા ૧૩ ઓકટો તેમજ ૧૯ તથા ૨૦ ઓકટો.૨૦૧૮ના રોજ  શુક્રવાર અને શનિવારે નવરાત્રિ ઉત્‍સવ ઉજવાશે.

સતત ૧૬મા વર્ષે ઉજવાનારા આ ઉત્‍સવમાં તમામ માટે વિનામૂલ્‍યે પ્રવેશ છે. આ ઉત્‍સવ સંપૂર્ણપણે દાતાઓ તથા સ્‍પોન્‍સરોના સહકારથી ઉજવાય છે. આ ઉત્‍સવની ઉજવણી યાદગાર બનાવવા માટે સમર્થકો એટલે કે સ્‍પોન્‍સર્સ દ્વારા અપાતી જાહેર ખબરો બ્રોસરમાં તથા મિડીયા વીકલી પેપરમાં પ્રસિધ્‍ધ કરાશે. જે માટે ૧૫ સપ્‍ટે.સુધીમાં મળી જનારી જાહેરાત ચોક્કસ બ્રોસર તથા મિડીયામાં પ્રસિધ્‍ધી પામશે. તેમજ ત્‍યાર પછી આવનાર જાહેરાત પેન્‍ડીંગ લીસ્‍ટમાં રાખી તેનો સમાવેશ કરવા પૂરેપુરો પ્રયત્‍ન કરાશે. તેથી વહેલી તકે જાહેરાતો આપી જવા સ્‍પોન્‍સરોને વિનંતી કરાઇ છે. જેથી તેઓ જાહેરાતનું પ્રુફ પણ જોઇ શકે.

તેથી JCAMA આયોજીત  આ ખૂબ જ લોકપ્રિય તેવા નવરાત્રિ ઉત્‍સવની સતત ૧૬મા વર્ષની ઉજવણીમાં શામેલ થવા તથા સહકાર આપવા સ્‍પોન્‍સરો તથા દાતાઓને વિનંતી કરાઇ છે તથા જાહેરાત માટેની વિગત તથા ચેક ૮૧૩,નેવાર્ક પાર્ક એવન્‍યુ, જર્સી સીટી, ન્‍યુજર્સી મુકામે મોકલી આપવા વિનંતી કરાઇ છે. વિશેષ માહિતી માટે jcama49@msn.com દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે. તથા ઓકટો.માસની ૧૨ તથા ૧૩ અને ૧૯ તથા ૨૦ તારીખે સમય ફાળવવાનું અત્‍યારથી જ આયોજન કરી લેવા JCAMA પ્રેસિડન્‍ટ શ્રી રાજુ પટેલની યાદીમાં જણાવાયું છે.ᅠ

(9:26 pm IST)