Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

શ્રીદેવીની આજે પ૬ મી જન્મજયંતીઃ તબીબની લાપરવાહીના કારણે અમેરિકામાં શ્રીદેવીના માતાનું અવસાન થતા અમેરિકામાં નવો કાયદો બીલ કલીન્ટન સરકારે લાગુ કર્યો હતો

મુંબઇઃ ફિલ્મ અભિનેત્રી શ્રીદેવીની આજે પ૬મી જન્મજયંતી છે. શ્રીદેવીના માતાનું અમેરીકામાં અવસાન થયું હતું ત્યારે અમેરીકાની બીલ કલીન્ટન સરકારે નવો કાયદો પસાર કર્યો હતો.

24 ફેબ્રુઆરી 2018ના રોજ શ્રીદેવીના એકાએક નિધનથી તેમના ફેન્સ અને આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સ્તબ્ધ થઈ ગઈ હતી. આજે શ્રીદેવીની 56મી જન્મ જયંતિ છે.

શ્રીદેવી બોલિવૂડના પહેલા ફીમેલ સુપરસ્ટાર હતા. ઘણાં ઓછા લોકો જાણતા હશે કે શ્રીદેવીને કારણે અમેરિકામાં એક મોટો કાયદો પસાર કરવામાં આવ્યો હતો. 1997માં ડોક્ટરની લાપરવાહીને કારણે શ્રીદેવીના માતાનું અવસાન થયુ હતું.

શ્રીદેવીના માતા રાજેશ્વરી અયપ્પનને બ્રેઈન ટ્યુમર હતું. 1995માં તેમને અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત મેમોરિયલ સ્લોન કેટરિંગ કેન્સર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સેન્ટરના ડોક્ટર ડી હ્યૂડ ઑર્બિટે મગજના ખોટા ભાગનું ઓપરેશન કરી નાખ્યું.

ડોક્ટર દ્વારા ખોટી સર્જરી કરવાને કારણે રાજેશ્વરીની તબિયત સતત ખરાબ થતી ગઈ. તેમને ઓછુ દેખાવવા લાગ્યું અને યાદશક્તિ પણ જતી રહી. ત્યારપછી તેમનું નિધન થઈ ગયું.

શ્રીદેવીએ ડોક્ટર વિરુદ્ધ કેસ ફાઈલ કર્યો અને તે કેસ જીતી પણ ગયા. ત્યારપછી હોસ્પિટલ અને શ્રીદેવી વચ્ચે લાખો ડૉલરનું સેટલમેન્ટ થયું. આ સિવાય ડોક્ટરને હોસ્પિટલમાંથી કાઢી મુકવામાં આવ્યા. ડોક્ટરની આવી જ લાપરવાહીને કારણે અન્ય એક વ્યક્તિએ જીવ ગુમાવતા તેમની પ્રેક્ટિસ પર જ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો.

શ્રીદેવીના માતાના મૃત્યુ વિષે અમેરિકન મીડિયામાં ખુબ ચર્ચા થઈ. આખરે અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ બિલ ક્લિન્ટને એક કાયદો પસાર કરવો પડ્યો. આ નવા કાયદા અંતર્ગત રેક હોસ્પિટલ ખુલાસો કરશે કે મેડિકલ ભૂલને કારમે આખરે તેમના ત્યાં કેટલા લોકોએ જીવ ગુમાવ્યા.

(6:14 pm IST)