Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

કરૂણાનીધિના નિધન બાદ DMKમાં ફૂટ! અલાગિરિનો દાવો - પાર્ટી કેડર મારી સાથે

ચેન્નાઇ તા. ૧૩ : તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી કરૂણાનિધિના નિધન બાદ તેમના ઉત્ત્।રાધિકારીને લઈ બંને પૂત્રો એમકે સ્ટલિન અને અલાગિરિ વચ્ચે મતભેદ સામે આવવા લાગ્યા છે. કરૂણાનિધિએ એમકે સ્ટાલિનને પોતાનો રાજનૈતિક ઉત્તરાધિકારી જાહેર કર્યો હતો. પરંતુ તેમના ગયા બાદ દ્રવિડ મુનેત્ર કડગમ(ડીએમકે)ની સત્તા કોના હાથમાં હશે, તેને લઈ અલાગિરિએ મોટુ નિવેદન આપ્યું છે.

સ્ટાલિનના મોટાભાઈ એમકે અલાગિરિએ દાવો કર્યો છે કે, ડીએમકે કેડરનું સમર્થન તેમની સાથે છે. જેથી તે પોતાના પિતાની વિરાસત સંભાળશે. પાર્ટીના એક સૂત્રનું કહેવું છે કે, પૂરા મામલા પર અંતિમ નિર્ણય જનરલ કાઉન્સિલ મીટિંગ બાદ જ લેવામાં આવશે.

લાંબા સમયથી બિમાર ચાલી રહેલા એમકે કરૂણાનિધિનું ૭ ઓગષ્ટે નિધન થયું છે. કરૂણાનિધિને ગત મહિને બ્લડ પ્રેશર ઘટી જતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પહેલા તેમની સારવાર ઘર પર જ ચાલી રહી હતી, પરંતુ બાદમાં તબીયત બગડવાના કારણે તેમને કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આખરે ૭ ઓગષ્ટે મંગળવારે તેમણે છેલ્લા શ્વાસ લીધા.એમ કે સ્ટાલિન પહેલાથી જ ડીએમકેના કાર્યવાહક પ્રભારી છે. કરૂણાનિધિના ઉત્ત્।રાધિકારીનો નિર્ણય ૨૦૧૭ના શરૂઆતમાં જ તેમની બગડતી તબીયતના કારણે લેવાયો હતો. સ્ટાલિનનું પાર્ટી પર પુરૂ નિયંત્રણ છે. ૨૦૧૩થી જ સ્ટાલિનની સ્થિતિ પાર્ટીમાં ઘણી મજબૂત છે. સ્ટાલિનના કાર્યવાહક પ્રભારી બન્યા બાદ અલાગિરિ પ્રત્યે નિષ્ઠા રાખનારા પાર્ટીના નેતાઓને બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો કાતો તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા.ડીએમકેએ એમકે સ્ટાલિનના નેતૃત્વમાં વર્ષ ૨૦૧૬ની વિધાનસભા ચૂંટણી લડી હતી, પરંતુ પાર્ટીને સળંગ બીજી વખત હારનો સામનો કરવો પડ્યો. આ પાર્ટી માટે કોઈ મોટા ઝટકાથી ઓછો ન કહેવાય. આ હાર બાદ ડીએમકેમાં એવી ચર્ચા થવા લાગી કે સ્ટાલિનને પાર્ટીની ભાગદોડ આપવાના નિર્ણય પર ફરી વિચારવાની જરૂરત છે. જોકે, ડીએમકેના સિનિયર નેતાઓ અને યુવા નેતૃત્વને સાથે લઈ ચાલવાની આવડતના કારણે કરૂણાનિધિનો વિશ્વાસ સ્ટાલિન પર અડિખમ રહ્યો.

નેતૃત્વ સ્તરની વાત કરીએ તો, છેલ્લા દોઢ વર્ષમાં સ્ટાલિનને પોતાના મોટાભાઈ એમકે અલાગિરિ તરફથી પડકાર મળતા રહ્યા છે. પાર્ટીના અન્ય મોટા નેતા અને કરૂણાનિધિ પરિવારના સભ્યો રાજયસભા સાંસદ કનિમોઝી, એ રાજા અને દયાનિધિ મારન તરફથી હાલમાં સ્ટાલિનને કોઈ ખતરો નથી. કારણ કે, આ ત્રણે મોટા નેતા દિલ્હીની સત્ત્।ામાં વધારે એકિટવ છે. પરંતુ અલાગિરિ સ્ટાલિનને ભવિષ્યમાં પણ પડકાર આપશે, તેની પૂરી સંભાવના છે.(૨૧.૨૮)

(4:19 pm IST)