Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

ભારત સહિત અનેક દેશમાંથી ચીનને મળ્યો નોટ છાપવાનો ઓર્ડર

શશી થરૂરે કહ્યું, હવે ચીનના મારફતે પાકિસ્તાનને નકલી નોટ સરળતાથી મળી જશે

નવી દિલ્હી, તા.૧૩: એક સમય હતો જયારે ચીનમાં કરન્સી પ્રોડકશન પ્લાન્ટને કાટ ન લાગી જાય તે માટે તે મશીન પર મેરેજ સર્ટીફિકેટ અને ડ્રાઈવિંગ લાયસન્સ છાપવામાં આવતા હતા. હવે પરિસ્થિતિ અચાનક બદલાઈ ગઈ છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અનુસાર ભારત સહિત કેટલાએ દેશ તરફથી કરન્સી છાપવા માટે ચીનને મોટો ઓર્ડર મળ્યો છે. ચીન બેંક નોટ પ્રિટિંગ અને મિટિંગ કોર્પોરેશનના અધ્યક્ષ લ્યૂ ગુઈસેંગે કહ્યું કે, ચીને અત્યાર સુધીમાં વિદેશી કરન્સી નથી છાપી.

 

જોકે, વર્ષ ૨૦૧૩માં દક્ષિણ પૂર્વ એશિયા, કેન્દ્રીય એશિયા, ખાડી દેશ, આપ્રિકા અને યૂરોપની જમીન અને સમુદ્રને જોડવા માટે ચીને વન બેલ્ટ વન રોડ પરિયોજના લોન્ચ કરી.લ્યૂએ જણાવ્યું કે, ત્યારબાદથી કંપનીને આ મોકો મળ્યો, અને સફળતાપૂર્વક થાઈલેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા, મલેશિયા, ભારત, બ્રાઝિલ અને પોલેન્ડની કરન્સી છાપવાનો પ્રોજેકટ મેળવ્યો. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અનુસાર, આ માત્ર એક નમૂનો છે.આ રિપોર્ટ બાદ કોંગ્રેસ નેતા શશી થરૂરે ટ્વીટ કર્યું કે, તેમણે વિદેશમાં નોટ છાપવાને લઈ કહ્યું કે, હવે ચીનના મારફતે પાકિસ્તાનને નકલી નોટ સરળતાથી મળી જશે, જેથી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો થઈ શકે છે. કેટલીક સરકારે ચીનને કહ્યું કે, આ કરારને પ્રચારિત ન કરવામાં આવે. તેમની ચિંતા છે કે, આવી જાણકારી બહાર આવવાથી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો ઉભો થઈ શકે છે, અથવા અનાવશ્યક વિવાદ ઉભો થઈ શકે છે.(૨૩.૧૩)

(4:11 pm IST)