Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

ભારતીય બંધારણને સળગાવનાર મુખ્ય આરોપી ઝડપાયો :લગાવ્યા હતા SC/ST વિરોધી સુત્રોચાર

નવી દિલ્હી :ગત 9 ઓગસ્ટે સવર્ણ સેનાના કાર્યકરો દ્વારા એસસી/એસટી એક્ટના વિરોધ પ્રદર્શન દરમિયાન ભારતીય સંવિધાનના પુસ્તકને સળગાવવાની ઘટના બહાર આવી હતી આ મામલામાં દિલ્હી પોલીસે મુખ્ય આરોપી દિપક ગૌડની ધરપકડ કરી છે,

તપાસમાં એ વાતનો ખુલાસો થયો છે કે 9 ઓગસ્ટે બે સંગઠન યુથ ઇકવાલિટી ફાઉન્ડેશન (આઝાદ સેના )અને અનામત વિરોધી પાર્ટીએ પાર્લામેન્ટ સ્ટ્રીટ પર એક સાથે વિરોધ કર્યો હતો,આરોપી દિપક અનામત વિરોધી પાર્ટીનો નેતા છે બીજા સંગઠનના નેતાનું નામ અભિષેક શુકલા છે

  જાણવા મળ્યા મુજબ આરોપી અભિષેક અને દીપકે મળીને બંધારણ સળગવાનું કાવતરું ઘડ્યું હતું,જેથી સરકાર એસસી/એસટી એક્ટના સંશોધન વિરુદ્ધ ધ્યાન આપે,કાવતરા મુજબ બંનેએ પોતાના સમર્થકો સાથે મળીને બંધારણનું પુસ્તક સળગાવ્યું હતું અને નારાબાજી કરી હતી

 10 ઓગસ્ટે અખિલ ભારતીય ભીમ સેનાના નેશનલ ઇન્ચાર્જ અનિલ તંવરે ફરિયાદ દખલ કરી હતી ત્યારબાદ પોલીસે ગુન્હો નોંધ્યો હતો

(12:01 pm IST)