Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

અમેરિકામાં ઈવીએમ થયા હેકઃ હેકર્સે ઉમેદવારોના નામ તથા પ્રતિક બદલી નાખ્યાઃ છેડછાડ શકય હોવાનું જણાયું

૪૦ હેકર્સે ઈવીએમમાં છેડછાડ કરી બતાડી દીધું કે ચૂંટણીમાં તે કઈ રીતે હેક થઈ શકે છે

નવી દિલ્હી, તા. ૧૩ :. ઈલેકટ્રોનિક વોટીંગ મશીન (ઈવીએમ) હેક થઈ શકે કે નહિં ? એ બાબતે ચાલતી ચર્ચા વચ્ચે અમેરિકામાં એક એવી ઘટના બની છે જે ભારત સહિતના દેશો માટે ચિંતા ઉપજાવે છે. મળતા અહેવાલો મુજબ ઈવીએમ હેક થઈ શકે છે. હેકરોએ મશીન હેક કરી બદલી નાખ્યા હતાં ચૂંટણીના પ્રતિકો અને ઉમેદવારોના નામ. લગભગ ૪૦ જેટલા હેકર્સે ઈવીએમમાં છેડછાડ કરી બતાડી દીધું હતુ કે ચૂંટણીમાં મશીન હેક થઈ શકે છે.

સીએનએનના રિપોર્ટ મુજબ વાર્ષિક 'ડેફ કોન હેકર કન્વેન્શન'માં ઉપસ્થિત થયેલા ચૂંટણી અધિકારીઓએ જોયું હતું કે, હેકર્સ વોટીંગ મશીનો સાથે શું શું કરી શકે છે ? રિપોર્ટ અનુસાર એક હેકર વાસ્તવમાં વોટીંગ મશીનને એક જ્યુકબોકસમાં બદલી શકે છે, જેઓ તેને સંગીત વગાડવા અને ચિત્ર બતાડવાનું મશીન બનાવી શકે છે.

રિપોર્ટ મુજબ કેટલાક હેકર્સે ચૂંટણી અધિકારીઓને ચિંતામાં નાખી દીધા હતા. સંમેલનમાં લગભગ ૪૦ હેકર્સ ચૂંટણી પંચની વેબસાઈટ પર વોટ ટેલીના નકલી સંસ્કરણ સાથે છેડછાડ કરવામાં સફળ રહ્યા હતા. કેટલાકે ઉમેદવારોના નામ પણ બદલી નાખ્યા હતા.

કેલીફોર્નિયાના વિદેશમંત્રી એલેકસ પેડીલ્લાએ કહ્યું હતુ કે ચૂંટણીમાં પ્રમાણિકતાને લઈને અમે હંમેશ ચિંતિત રહીએ છીએ અને હવે ઈવીએમ હેક થયા બાદ નિષ્પક્ષ ચૂંટણી પર સવાલ પણ ઉઠવા લાગ્યા છે.

ભારતમાં ઈવીએમને લઈને હંમેશા વિપક્ષો સવાલ ઉઠાવતા હોય છે. કેટલીક વિધાનસભાની ચૂંટણીમાં એક પક્ષોને પરાજય સહન કરવો પડયો હતો. જે પછી ઈવીએમ હેકને લઈને આરોપો લાગતા હતા. ઈવીએમ હેકીંગથી ચિંતિત વિપક્ષોએ આગામી લોકસભા અને કેટલાક રાજ્યોની ચૂંટણી બેલેટ પેપરથી કરવાની માંગણી કરી છે.(૨-૨)

(11:36 am IST)
  • કેરળની સ્થિતિ ગંભીર :રાજનાથસિંહે કર્યું હવાઈ નિરીક્ષણ :100 કરોડના રાહત પેકેજની જાહેરાત : કેન્દ્રીય ગૃહમંત્રીએ ઈડૂક્કી અને એર્નાકૂલમ જિલ્લાઓના પૂર અને ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું access_time 4:56 am IST

  • ચિફટાઇન ઇલાઇટ ;28 લાખની બાઈક ભારતમાં લોન્ચ ;સમગ્ર વિશ્વમાં માત્ર 350 યુનિટ બનશે : ઇન્ડિયન મોટરસાયકલનું આ બીજું લિમિટેડ એડિશન છે ;આ પહેલા કંપનીએ રોડમાસ્ટર ઇલાઇટને બજારમાં ઉતાર્યું હતું :રોડમાસ્ટર ઇલાઇટની પ્રારંભિક કિંમત 48 લાખમાં ઉતારાયું હતું access_time 1:23 am IST

  • શું પલાનીસ્વામી પોતાને કલેગનાર અને જયલલિતા મોટા માને છે ;રજનીકાંતનો આકારો સવાલ : તામિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામી કરુણાનિધિને શ્રદ્ધાંજલિ-અંતિમ દર્શન કરવા મરિના બીચ નહિ આવતા રજનીકાંતે આડે હાથ લીધા access_time 12:49 am IST