Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

૨૦૧૯માં જીત્યા તો સમગ્ર દેશમાં NRCનો અમલ

ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ ઓમ માથુરનો ધડાકોઃ દેશને 'ધર્મશાળા' બનવા નહિ દેખાય : ઘુસણખોરોને કાનુની રીતે ખદેડી દેશું : કોઇ ભારતીય નાગરિકે જવું નહિ પડે

નવી દિલ્હી તા. ૧૩ : જયાં એક બાજુ સત્તા અને વિપક્ષ વચ્ચે નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝન(એનઆરસી) અંગે વિવાદ ચાલુ છે.તો બીજી બાજુ ભાજપના નેતા તેના પર સતત નિવેદન આપી રહ્યા છે. વિપક્ષ સતત સરકાર પર આરોપ લગાવી રહ્યું છે કે તેને એનઆરસીને મત મેળવવા માટે લાગુ કર્યો છે. બીજી બાજુ ભાજપ વિપક્ષને આ સંવેદનશીલ મુદ્દા પર રાજનીતિ કરવાની સલાહ આપી રહી છે. આ બધાની વચ્ચે ભાજપ ઉપાધ્યક્ષ ઓપી માથુરે આ મુદ્દા પર એક મોટું નિવેદન આપ્યું છે.

ઙ્ગ એનઆરસી પર તેમનો વિચાર રાખીને માથુરે કહ્યું કે,અમે ૨૦૧૯માં જીતીશું,એનઆરસી હાલમાં સુપ્રીમે કોર્ટના નિર્દેશો હેઠળ ફકત આસામમાં લાગુ કરવામાં આવ્યો છે. પરંતુ તેને અમે દેશભરમાં લાગુ કરીશું. અમે દેશને ધર્મશાળામાં બદલવા દેશું નહીં. ઘુસપેઠીઓને કાયદાકીય રીતે હટાવામાં આવશે.કોઈ પણ ભારતીય નાગરિકને દેશમાંથી જવું પડશે નહી.

ઙ્ગ ઙ્ગરાજસ્થાનમાં મીડિયાને સંબોધિત કરીને માથુરે કહ્યું કે,કોંગ્રેસ અધ્યક્ષ તેમના પરિવાર પ્રતિ સાચા નથી.એનઆરસીને તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ શરૂ કર્યું હતું.પરંતુ પક્ષની અંદર છેલ્લા ૧૦ વર્ષોમાં તેને લાગુ કરવાની હિંમત નહોતી.ઘુસપેઠીઓની સમસ્યાનો સામનો દેશભરમાં કરવામાં આવી રહ્યો છે.એવો કોઈ મોટો દેશ નથી જયા બાંગ્લાદેશી પ્રવાસી રહેતા નથી.એનઆરસીને અમે સમગ્ર દેશમાં લાગુ કરીશું.

ઙ્ગ એનઆરસીને આવતા વર્ષે થનારી ચૂંટણીનો મોટો મુદ્દો બનાવીને અને તેના વોટ બેન્કને મજબૂત કરીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ નું કહેવું છે કે તેમની પાર્ટી બાંગ્લાદેશી ઘુસપેઠીઓને દેશમાંથી બહાર કરી દેશેમજોકે હિન્દૂ શરણાર્થીઓને નાગરિકતા પ્રદાન કરવામાં આવશે.યુપીના મેરઠમાં બે દિવસની રાજય કાર્યકારીણી સમિતિની બેઠકમાં ભાગ લેવા પહોંચેલા શાહે કહ્યું હતું કે બાંગ્લાદેશી ઘુસપેઠીઓને કોઈ પણ કિંમત પર દેશમાં રહેવાની મંજૂરી નથી.બીજી બાજુ તેની સરકાર હિન્દૂ શરણાર્થીઓ પ્રત્યે નરમ વલણ અપનાવીને તેને નાગરિકતા પ્રદાન કરશે.(૨૧.૧૯)

(11:35 am IST)