Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

અલવિદા કોમરેડ... લોકસભાના પૂર્વ સ્પીકર સોમનાથ ચેટરજીનું ૮૯ વર્ષની વયે નિધન

છેલ્લા કેટલાક દિવસથી બિમાર હતા

કોલકત્તા તા. ૧૩ : પૂર્વ લોકસભા અધ્યક્ષ સોમનાથ ચેટર્જીનુ આજે સવારે કોલકત્તાની હોસ્પિટલમાં સારવાર દરમિાયન નિધન થયું છે. રવિવારે ૮૯ વર્ષીય સોમનાથ ચેટર્જીને કિડનીની બિમારીના કારણે ૮ ઓગસ્ટે બેલે વ્યૂ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા હતા. જોકે, સોમવારે તેમને હાર્ટએટેલ આવવાના કારણે મોત નિપજયું હતું. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે અહિં તેમનું ડાયાલિસિસ કરવામાં આવી રહ્યું હતું. આવી સ્થિતિમાં અનેક વખત હૃદય કામ કરવાનું બંધ કરી દે છે. સોમનાથ ચેટર્જીને રવિવારે સવારે હળવો હાર્ટએટેક આવ્યો હતો. જોકે, ત્યારે સ્થિતિ સામાન્ય થઇ ગઇ હતી.

ઉલ્લેખનીય છે કે, સોમનાથ ચેટર્જીને સેરેબ્રલ પાલ્સી બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અધિકારીના જણાવ્યા પ્રમાણે છેલ્લા ૪૦ દિવસોથી સોમનાથ ચેટર્જીની સારવાર ચાલી રહી હતી. જોકે, સ્વાસ્થ્યમાં સુધારો આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. મંગળવારે ફરીથી હાલત બગડવાના કારણે તેમને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેઓ ૧૦ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. ૧૯૬૮થી સીપીએમ સાથે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. ૧૯૭૧માં પહેલીવાર સાંસદ બન્યા હતા.

(11:33 am IST)