Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

ધુમ્રપાનની આદત છોડવામાં મદદરૂપ થશે આ એપ્પ: લાખો લોકોએ કરી છે ડાઉનલોડ

નવી દિલ્હી :લાખો-કરોડો લોકો ધુમ્રપાનના શિકાર થયા છે અનેક ચેતવણી અને નિયંત્રણો છતાં વ્યસન છૂટતું ના હોય તો હવે એપ્પ મદદરૂપ થઇ શકશે એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે 10માંથી 7 ભારતીઓને ધૂમ્રપાનથી થનારા ખરાબ પરિણામ વિશે ખબર હોય છે પરંતુ તેમ છતા આ લોકો ધૂમ્રપાન છોડી શકતા નથી.આપણી આસપાસ પણ એવા ઘણા લોકો હશે જે ધૂમ્રપાન છોડી નથી શકતા.ત્યારે એવી કેટલીક એપ્સ વિશે જાણવું રસપ્રદ રહેશે જે ધૂમ્રપાન છોડાવવામાં મદદરૂપ થાય છે.

  કવિકનાઉં : આ એપને 10 લાખથી વધુ યુઝર્સે ડાઉનલોડ કરી છે. એપને પ્લે સ્ટોર પર 4.3 સ્ટાર મળ્યા છે. એપને 37 હજારથી વધારે યુઝર્સે રેટિંગ કર્યું છે. એપની સાઇઝ 17 એમબી છે.

     આ એક ઓનલાઇન કમ્યુનિટી છે. એપનું એક મોટું સોશિયલ નેટવર્ક છે, જેમા 44 ભાષાઓ સપોર્ટ કરે છે. એપમાં તમને ધૂમ્રપાન અને સ્વાસ્થ્યને ચેક કરવા માટે ટ્રેકર આપવામાં આવે છે. એપમાં કેટલાક પ્રોગ્રામ આપવામાં આવ્યાં છે જેની મદદથી ધૂમ્રપાનની આદતથી છૂટકારો મેળવી શકાય છે. 

    સ્મોક ફ્રી: આ  એપને 10 લાખ કરતા વધુ યુઝર્સે ડાઉનડોલ કરી છે, એપને પ્લે સ્ટૉરમાં 4.7 સ્ટાર મળ્યા છે. અને તેનું રેટિંગ 38 હજારથી વધારે યુઝર્સે કર્યું છે. એપ 37 એમબીની છે. 

આ પણ એક ઓનલાઇન કમ્યુનિટી છે, જે ધૂમ્રપાન કરનાર અને ના કરનાર એમ બંન્ને માટે છે. ધૂમ્રપાનની આદતથી છૂટકારો મેળવવા માટે એપ મદદ કરે છે. એપ તમને જણાવે છે કે ધૂમ્રપાન છોડવાથી તમારા કેટલા કિંમતી દિવસો બચી શકે છે. સાથે જ એપ તમને એ પણ જણાવે છેકે તમારા શરીરમાં કેટલા બદલાવ થયા. 

    ક્વાઇટ સ્મોકિંગ :એપને 1 લાખ કરતા વધારે યુઝર્સે ડાઉનલોડ કરી છે. પ્લે સ્ટૉરમાં એપને 4.5 સ્ટાર મળ્યા છે અને તેનું રેટિંગ 6 હજાર કરતા વધારે યુઝર્સે કર્યું છે. એપની સાઇઝ 3.9 એમબી છે. 

એપ તમારી દરેક પ્રાપ્તિ પર એક બૅચ આપે છે. એપ માત્ર ધૂમ્રપાન સેવન, બચત અને ફાયદાની જ જાણકારી નથી આપતી પણ તે તમારા હેલ્થ રિપોર્ટમાં કેટલો સુધારો થયો છે તેની પણ એક ડિટેલ્ડ રિપોર્ટ આપે છે.

(8:58 am IST)