Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

હોટલના બાથરૂમમાં શેમ્પુની બોટલમાં પણ હોય શકે કેમેરા : ન્યુઝીલેન્ડમાં મહિલાનો અશ્લીલ વિડિઓ બનાવ્યાનો આરોપ

હોટલ માલિકે કેમેરો સંતાડયાનો આરોપ :તેની પાસેથી 34 મહિલાઓના 219 ક્લિપિંગ મળ્યા

નવી દિલ્હીઃ હોટલમાં છુપા કેમેરા દ્વારા અંગતપળોનું શૂટિંગ કરી લેવાતું હોવાના અને જાહેર સ્થળોએ એક ચેંજિંગરૂમમાં આ પ્રકારનાકેમેરા લગાવી અશ્લીલ વિડિઓ બનાવવાના કિસ્સા બાદ ન્યુઝીલેન્ડમાં હોટલમાં બાથરૂમમાં શેમ્પુની બોટલમાં પણ કેમેરો લાગવ્યાનો આરોપ મૂકીને એક મહિલાએ પોતાનો અશ્લીલ વિડિઓ બનાવ્યાનો આરોપ મુક્યો છે ત્યારે હોટલની સુવિધાની સાથે સુરક્ષાને પણ ધ્યાન પર લેવી જરૂરી છે. હોટલના બેડરૂમમાં કોઈ જગ્યાએ કેમેરા પણ સંતાડેલા હોઈ શકે છે. અથવા તો બાથરૂમમાં શેમ્પૂની બોટલમાં પણ કેમેરા હોઈ શકે છે.

  એક  કેસ ન્યૂઝીલેન્ડમાં સામે આવ્યો છે. એક હોટલ માલિકે બાથરૂમમાં રાખેલી શેમ્પૂની બોટલમાં કેમેરા સંતાડીને મહિલાનો વીડિયો બનાવવાનો તેના પર આરોપ છે. પોલીસે તે વ્યક્તિ પાસેથી 34 મહિલાઓની 219 ક્લિપિંગ મળી આવી છે. કહેવામાં આવે છે કે તે મહિલાઓના વીડિયો અશ્લીલ વેબસાઈટ પર અપલોડ કરતો હતો. 

    જ્યારે કોઈ નવી મહિલા હોટલમાં આવે તો આરોપી તેના બાથરૂમમાં શાવર પાસે પહેલાથી જ શેમ્પૂની બોટલ મૂકીને આવતો હતો. મહિલાના ગયા બાદ આરોપી કેમેરાથી ફુટેજ હાર્ડડ્રાઈવમાં ટ્રાન્સફર કરી લેતો હતો

   એટલા માટે તમે જ્યારે પણ કોઈ હોટલમાં જાઓ તો આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો..જાણો કઈ કઈ જગ્યાએ છુપાયેલા હોઈ શકે છે કેમેરા 

હોટલ રૂમમાં રોકાતા પહેલા ચેક કરી લેવું કે કોઈ જગ્યાએ રેડ લાઈટ તો ચાલતી નથીને. જ્યારે પણ તમે રૂમમાં પહોંચો તો સૌથી પહેલા રૂમની તમામ લાઈટો બંધ કરી તપાસ કરો કે કોઈ રેડ કે ગ્રીન લાઈટ ચાલતી નથીને. 

   હોટલના બાથરૂમનો ઉપયોગ કરતા પહેલા તે વસ્તુઓની તપાસ કરવી. બની શકે છે શેમ્પૂ કે અન્ય બોટલમાં હિડન કેમેરા છુપાવેલો હોઈ શકે. 

કેમરા દરવાજાના હેન્ડલ અથવા હુકમાં હોઈ શકે છે. ટ્રાયલ રૂમમાં પણ આ બાબતનું ધ્યાન રાખવું. 

   જે હોટલમાં તમે રોકાયા છો ત્યાં કેમેરાની સાથે માઈક્રોફોન પણ હોઈ શકે છે. રૂમમાં કોઈ અવાજ આવી રહ્યો હોય તો ધ્યાન રાખીને સાંભળો કેમ કે હિડન કેમેરામાં કેટલાક મોશન સેન્સિટિવ હોય છે જે પોતાની જાતે જ ઓન થઈ જાય છે. 

   હોટલ રૂમ અથવા ટ્રાયલ રૂમમાં લાગેલા મિરર પાછળ કોઈ કેમેરા તો નથી તે ચેક કરવા માટે મિરર પર આંગણી રાખો. જો મિરર અને આંગણી વચ્ચે અંતર છે તો સમજવું કે મિરર ઓરિજનલ છે. અને જો આંગણી જોડાયેલી રહે છે તો સમજવું કે મિરરની પાછળથી જોઈ શકાય છે. સંભવત તેની પાછળ કેમેરા પણ હોઈ શકે છે.

 

(8:57 am IST)