Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

ભારતમાં ઝડપથી વધતી વૃધ્ધોની સંખ્યા :2050માં 60 વર્ષથી વધુ વયના લોકોની સંખ્યા 34 કરોડ હશે

નવી દિલ્હી :ભારતમાં વૃદ્ધોની સંખ્યા ઝડપથી વધી રહી છે. સરકારે કરેલા ખુલાસા મુજબ વર્ષ 2050માં ભારતમાં 60 વર્ષથી વધુ વયના લોકોની સંખ્યા લગભગ 34 કરોડ જેટલી હશે.

  લોકસભામાં આરોગ્ય મંત્રાલયના જુનિયર મંત્રી અનુપ્રિયા પટેલે આપેલી માહિતી મુજબ યુનાઈટેડ નેશન્સે જે અંદાજ મુક્યો હતો તેના કરતા વૃદ્ધોની સંખ્યા વધારે રહેશે. યુનોના કહેવા પ્રમાણે ભારતમાં વૃદ્ધોની સંખ્યા 31.6 કરોડ રહેશે.જ્યારે એક એનજીઓનો અંદાજ 32 કરોડનો છે અનુપ્રિયા પટેલે કહ્યું હતુ કે 0 થી 14 વર્ષની એજગ્રુપનો ગ્રોથ રેટ ઘટ્યો છે પણ વૃદ્ધોનો ગ્રોથ રેટ વધી રહ્યો છે.

(8:56 am IST)